મુંબઇ-

અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ કોરોના પોઝિટિવ છે. તેઓએ પોતાને અલગ રાખી છે. અભિનેત્રી હાલમાં તેના પરિવાર સાથે બેંગ્લોર છે. અગાઉ જાણ કરવામાં આવી હતી કે તેના પિતા લિજેન્ડરી ઈન્ડિયન બેડમિન્ટન પ્લેયર પ્રકાશ પાદુકોણ, માતા ઉજાલા પાદુકોણ અને બહેન અનિશા પાદુકોણ કોરોના પોઝિટિવ છે.

હાલમાં પ્રકાશ પાદુકોણ બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ છે. તેમની તબિયત સુધારા પર છે. ૬૫ વર્ષીય પ્રકાશ પાદુકોણને આ અઠવાડિયે હોસ્પિટલમાંથી રજા મળી જાય તેવી શક્યતા છે. પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન એકેડેમીના ડિરેક્ટર વિમલ કુમારે કહ્યું હતું, 'લગભગ ૧૦ દિવસ પહેલાં પ્રકાશ પાદુકોણ, તેમના પત્ની ઉજ્જાલા, તેમની બીજા નંબરની દીકરી અનિષામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ત્રણેયે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો. વધુમાં વિમલ કુમારે કહ્યું હતું 'ત્રણેય બેંગલુરુ સ્થિત ઘરમાં આઈસોલેટ થયા હતા. જોકે પ્રકાશ પાદુકોણને તાવ મટતો જ નહોતો. શનિવાર, ૧ મેના રોજ તેમને બેંગલુરુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેમની તબિયત સુધારા પર છે.વિમલ કુમારે આગળ કહ્યું હતું, 'હાલમાં પ્રકાશ પાદુકોણ એકદમ ઠીક છે અને તેમના તમામ રિપોટ્‌ર્સ સામાન્ય છે. તેમની પત્ની તથા દીકરી ઘરે જ છે અને તેઓ પણ રિકવર થઈ રહ્યાં છે. પ્રકાશ પાદુકોણને ૨-૩ દિવસમાં રજા આપવામાં આવશે.'