મુંબઇ-

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે અને હાલ આરોગ્ય સેવા પર સખત તાણ છે ત્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખાનગી હૉસ્પિટલોને આગળ આવીને સરકારે ઊભા કરેલા જમ્બો કોવિડ કેર સેન્ટર દત્તક લેવાની અપીલ કરી છે.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કોરોનાની ટેસ્ટિંગ, વેક્સિનેશન, સુવિધા ઊભી કરવામાં અને ગુણવત્તાદાર આરોગ્ય સેવા આપવામાં મહારાષ્ટ્ર રાજ્ય સૌથી અગ્રસેર છે. કોરોના આ મુશ્કેલ સમયમાં ખાનગી હૉસ્પિટલોએ આગળ આવીને સુવિધા વધારીને દર્દીઓને રાહત આપવી. સરકારે જમ્બો કોવિડ સેન્ટર ઊબા કર્યા છે, તેમાંના અણુક સેન્ટર ખાનગી હૉસ્પિટલોએ દત્તક લેવા એવી અપીલ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. આ સેન્ટરમાં ખાનગી હૉસ્પિટલના ડૉકટરની હાજરીથી સારવારમાં મદદ મળી શકશે અને લોકોના મનમાં આ સેન્ટરમાં મળતી સારવાર બાબતે વિશ્ર્‌વાસ નિર્માણ થશે એવો દાવો પણ મુખ્ય પ્રધાને કર્યો હતો.

કોરોનાના વધી રહેલા દર્દીની સંખ્યાની પાશ્ર્‌ર્વભૂમી પર મુખ્યપ્રધાને રાજ્યની તમામ નામાંકિત ખાનગી હૉસ્પિટલોના ડાયરેકટર અને નિષ્ણાતો સાથે વિડિયો કૉન્ફરન્સ કરી હતી, જેમાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે, વૈદ્યકીય શિક્ષણપ્રધાન અમિત દેશમુખ, મુખ્ય સચિવ સીતારામ કુંટે વગેરે હાજર રહ્યા હતા. કોરોનાની સારવારમાં ખાનગી હૉસ્પિટલોએ પણ સારું એવું યોગદાન આપ્યું છે. હાલની પરિસ્થિતિમાં મિશન મોડ પર કામ કરવાની આવશ્યકતા છે. રાજ્ય સરકારે ખાનગી હૉસ્પિટલના ૮૦ ટકા પલંગ તાબામાં લીધા છે. તે પ્રમાણે વધારાના પલંગની સુવિધા ખાનગી હૉસ્પિટલોએ નિર્માણ કરવી, જિલ્લા હૉસ્પિટલમાં ડૅશબોર્ડ હોવા જાેઈએ અને તેના માધ્યમથી દર્દીઓને પલંગ મળવા જાેઈએ. ખાનગી હૉસ્પિટલમાં રેમેડેસિવીરનો ઉપયોગ સંભાળીને કરવો, લક્ષણો નહીં ધરાવતા દર્દીઓેને તે આપવી નહીં એવી અપીલ પણ તેમણે કરી હતી.