દિલ્હી-

ભારતના ડ્રગ રેગ્યુલેટરએ ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરીઝને સ્પુટનિક લાઇટ માટે ફેઝ ૩ ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે પરવાનગી આપી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ ભારતીય વસ્તી પર વેક્સીનના ટ્રાયલને લીલી ઝંડી આપી છે. તમને જણાવી દઈએ કે સ્પુટનિક લાઈટ સિંગલ ડોઝ કોરોના વેક્સેન છે.

DCGIની સબ્જેક્ટ એક્સપર્ટ કમેટીએ હાલમાં સ્પુટનિક લાઈટના ક્લિનિકલ ટ્રાયલની ભલામણ કરી હતી. DCGIએ ભારતીયો પર સ્પુટનિક લાઇટના ફેઝ-૩ બ્રિજિંગ ટ્રાયલની મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં તેના પહેલા રૂસી વેક્સીન સ્પુટનિક V ને મંજૂરી મળી ગઇ છે.

તેના પહેલા જુલાઈમાં સબ્જેક્ટ એક્ટપર્ટ કમેટી ઑફ ધ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશનની સ્પુટનિક લાઇટને ઇમરજેન્સી યૂઝ ઑથોરાઇઝેશન આપવાથી ઇનકાર કર્યો હતો. CDSCOએ રૂસી વેક્સીને ભારતમાં ટ્રાયલને ફરજિયાત બનાવી છે.

ભારતમાં ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટીએ ગયા વર્ષ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડની સાથે ભારતમાં સ્પુટનિક V ના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે કરાર કર્યા હતો. હાલમાં લેન્સેટમાં પ્રકાશિત એક સ્ટડીમાં આ વાત સામે આવી હતી કે સ્પુટનિક લાઇટ બે ડોઝ વાળી ધણી વેક્સીન કરતાં વધુ અસરકારક છે.

ગુણવત્તા અને સુરક્ષાની તપાસ માટે સ્પુટનિક લાઇટની પહેલી શ્રેણી માટે કસૌલી સ્થિત સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. સૂત્રોએ જાણકારી આપી હતી કે પેનાસીયા બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનની ખેપની તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આ પછી ટ્રાયલમાં સામેલ વાવન્ટિયર્સની સુરક્ષિત રીતે ડોઝ આપવામાં આવશે.