સુરત-

એક તરફ દેશનાં અલગ-અલગ ભાગોમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે બીજી તરફ કોરોનાનાં કેસોમાં સતત ઉછાળો દેખાઇ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાનાં કેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ વધ્યા છે. રાજ્યનાં સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે.

કોરોનાનાં વધતા જતા કેસ વચ્ચે સુરત મનપાએ શાળાઓમાં ટેસ્ટિંગ સઘન કરી દીધુ છે. જેને લઇને ૫૦ શાળાઓમાં ૨૭૪૬ કોરોનાનાં ટેસ્ટિંગ કરાયા હતા. આ ૨૭૪૬ ટેસ્ટિંગમાં ૫ શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા હોવાનુ સામે આવ્યુ છે. વળી ૧૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૭ કોરોનાનાં કેસ પોઝિટિવ આવ્યા બાદ જનતામાં એક ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે. કોરોનાનાં કેસ વધતા હોવાના કારણે સુરત શહેરમાં બહારગામથી આવતા લોકોને ફરજીયાત કોરોન્ટાઇન કરવામાં આવશે. સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૧ કોરોનાનાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં ૯૦ કેસ વધ્યા છે. જયારે ગઈકાલે ૫૦૦ થી વધુ કેસ નોધાયા હતા. વળી ૪૮૪ દર્દીઓ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશન ઝડપી બનાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ઝડપથી કોરોનાનો પ્રકોપ પણ વધી રહ્યો છે.