વડોદરા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ વુડા સર્કલ પાસે ૪૨ નાની મોટી દુકાનો સાથે રાત્રિ બજાર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જાહેર હરરાજીજી દુકાનો ફાળવવામાં આવી હતી. પરંતુ હરરાજીમાં નિર્ધારિત થયેલ ભાડું નહીં ચૂકવાતાં ૩૧ દુકાનદારોને નોટિસ આપી આ દુકાનો સીલ કરી પઝેશન પાલિકાએ પાછું લઈ લીધું હતું. જાે કે, વેપારીઓએ દોઢ વર્ષથી દુકાનો બંધ છે ત્યારે એક વર્ષનું ભાડું માફ કરવું જાેઈએ તેવી માગણી કરી છે. પાલિકા દ્વારા કારેલીબાગ રાત્રિ બજારમાં જાહેર હરરાજીથી ૪ર નાની મોટી દુકાનો ફાળવી છે. જેમાં નાની અને મોટી દુકાનોના હરરાજીમાં જે ભાવ નક્કી થયા તે મુજબ અલગ અલગ ભાવે દુકાનો ફાળવવામાં આવી છે. પરંતુ ૪ર દુકાનોના સંચાલકો પૈકી ૩૧ દુકાનદારોએ નિર્ધારિત ભાડું નહીં ચૂકવતાં પાલિકાના સંબંધિત વિભાગ દ્વારા ર૦ દિવસ પહેલાં ભાડું ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી હતી. જાે કે, ૧૧ દુકાનદારોએ ભાડું ચૂકવી દીધું હતું, જ્યારે ૩૧ દુકાનદારોએ ભાડું નહીં ચૂકવતાં પાલિકાએ દુકાનને સીલ કરી ખાલી કરાવી હતી અને કબજાે મેળવ્યો હતો.

પાલિકા દ્વારા દુકાન ખાલી કરાવાતાં વેપારીઓએ તેમનો માલસામાન પરત લઈ જવાની શરૂઆત કરી છે. જાે કે, વેપારીઓેએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષથી દુકાનો લગભગ બંધ છે, કોઈ ધંધો નથી કર્યો છતાં પાલિકા દ્વારા ૧૮ ટકા વ્યાજ સાથે ભાડું માગવામાં આવે છે. ત્યારે પાલિકાને એક વર્ષનું ભાડું માફ કરવું જાેઈએ, એક વર્ષનું ભાડું આપવા અમે તૈયાર હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેશન દ્વારા શુક્રવારે રાત્રિ બજારમાં બોલાયેલા સપાટાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાડા વસુલવાની કડકાઇથી વેપારીઓ સુધરશે તેવી શક્યતા જણાઇ રહી છે.