વડોદરા : પાલિકામાં ૨૫ વર્ષના સાશનમાં સૌથી વધુ ભ્રષ્ટ્ર ગણાતું છેલ્લા બોર્ડમાં નેતાઓના આર્શિવાદથી જ ફાટીને ધુમાડે ગયા હતાં. જ્યારે ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી મોટો ભ્રષ્ટ્રાચાર કરતા હતાં. એસીબીના હાથે ઝડપાયેલા મહેશ પરનામીનીતો યોગ્ય લાયકાત નહીં હોવા છતાં ટીપીઓ તરીકેની નિમણૂંક કોના ઇશારે થઇ હતી? એવા સવાલો પાલિકા વર્તુળોમાં ઉઠ્યા છે.  

જ્યારે સત્તાવાર રીતે આજે પરનામીને સસ્પેન્ડ કરી એમના સ્થાને સુમન રાઠવાની નિમણૂંક કરવામાં આવી છે.અત્યંત સાધારણ પરિવારમાંથી માત્ર સર્વેયરનું શિક્ષણ મેળવ્યું હોવા છતાં જમીન મિલ્કત શાખામા ટીપીઓ સુધી યોગ્ય લાયકાત વિના પહોંચી ગયેલા મહેશ પરનામી દરેક રાજકરણીઓના ખાસ મનાતા હતા અને કમીશ્નરોના ખાસ બની જતા હતાં. જાેકે પાલિકાની નોકરીમાં જાેડાયા એના લાંબા સમય બાદ એક ખાનગી એન્જીનિયરીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી ડિપ્લોમાં કર્યું હોવાનું કહેવાય છે. 

પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને દેખીતી આવક કરતા ૬૯ લાખથી વધુની મિલકતો વસાવીને ભ્રષ્ટાચાર આચરવાના ગુનામાં ધરપકડ કરાયેલા કોર્પોરેશનના કુખ્તાત અધિકારી મહેશ પરનામીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયો હતો જયા તેના રિમાન્ડની માંગણી નામંજુર થતા તેને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલ ભેગો કરાયો હતો.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડ ૧૨ના ઓફિસર મહેશ મણીલાલ પરનામી (સુરભીપાર્ક, સમતા)એ પોતાના હોદ્‌ાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરી લાખો રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી હોવીની વડોદરા એસીબીની ફરિયાદ મળી હતી. આ ફરિયાદની એસીબી દ્વારા તપાસ શરૂ કરી મહેશ પરનામી અને તેમના કુટુંબીજનોના આવકના સ્ત્રોતો તેમજ બેંક ખાતા અને અન્ય મિલકત દસ્તાવેજી પુરાવા મેળવી તેની નિષ્ણાતો દ્વારા ચકાસણી હાથ ધરાઈ હતી. ચકાસણી દરમિયાન મહેશે ગત ૨૦૦૯થી ૨૦૧૯ના સમયગાળામાં ભ્રષ્ટાચાર આચરીને પોતાની દેખીતા આવકના સાધનોની સરખામણીમાં ૬૯.૯૧ લાખની વધુની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાના પુરાવા મળતા એસીબી દ્વારા તેની ધરપકડ કરાઈ હતી.કોર્ટે આ રિમાન્ડ માગણીની અરજી નામંજુર કરતા મહેશને જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ સેન્ટ્રલ જેલ ભેગો કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ૫૧ વર્ષીય મહેશ પરણામી વોર્ડ ઓફિસર અગાઉ જમીન સંપાદન અધિકારી-વર્ગ ૨ તરીકે ફરજ બજાવતા હતા અને તેની નિવૃત્તીને ૭ વર્ષ બાકી છે. જમીન સંપાદન અધિકારીનો હોદ્દો ભોગવતા તેણે ભ્રષ્ટ રીતરસમો અપનાવતી તેની વિરુધ્ધ જે તે સમયે તેમની પર અનેક આક્ષેપો થયા હતા અને તે જ સમયગાળા દરમિયાન જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ કરતા આખરે મહેશના પાપ છાપરે ચઢીને પોકાર્યું હતું ત્યારે હવે પરનામીને યોગ્ય લાયકાત વિના કિપોઝીશન ઉપર મુકવા પાછળ ક્યા નેતાના આર્શિવાદ અને ક્યા ઉચ્ચ અધિકારીની મીલીભગત હતી એની પણ તપાસ થવી જાેઇએ એવી માંગ ઉભી થઇ છે.

વોર્ડ નં.૧૨નો ચાર્જ સુમન રાઠવાને સોંપાયો

બુધવાર સાંજે મ્યુ.કર્મીએ સત્તાવાર રીતે પરનામીને સસ્પેન્ડ કરતા ઓર્ડરમાં લખ્યું હતું કે મહાનગરપાલિકામાં જમીન સંપાદન અધિકારી અને વહીવટી વોર્ડ નં.૧૨માં વોડ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મહેશભાઇ માણીલાલ પરનામીએ ફરજાે દરમિયાન આવકના સ્ત્રોત કરતા વધુ ૬૯,૯૧,૩૦૬ની વધુ મિલ્કતોનો ગુન્હો બન્યો હોવાથી અટક કરવામાં આવેલ છે અને ૪૮ કલાકથી વધુ સમય કસ્ટડીમાં રહેલા હોવાથી તાત્કાલિક અસરથી ફરજ મોકુંફી હેઠળ મુકવાનો હુંકમ કરવામાં આવે છે. જ્યારે એમની ખાલી પડેલી જગ્યા ઉપર લેબર વેકફેર ઓફિસર સુમન કે રાઠવાને હાલની ફરજાે ઉપરાંત વોર્ડને ૧૨ના વોર્ડ ઓફિસરનો ચાર્જ આપવામાં આવ્યો છે.