વડોદરા : જીએસપીસીએના રાજ ભાવસારને બિલ ગામથી આગળ આવેલ રસ્તા પાસે એક ખાબોચિયામાં મગર આવી ગયાનો ફોન આવતાં સંસ્થાના સ્વયંસેવકો સ્થળ પર પહોંચી જઈને પાંજરું ગોઠવ્યું હતું. રાત્રે ૯ વાગ્યે ૫ ફૂટનો મગર પાંજરામાં પુરાઇ ગયો હતો. બીજો કોલ ૧૧ વાગ્યે વિશ્વામિત્રી પાસે આવેલ અવધૂત ફાટક નજીક ફૂટપાથ પર ઝુંપડી બાંધીને રહેતા છૂટક મજૂરી અને ફુગ્ગાનું વેચાણ કરનારના ઝુંપડામાં આવી ગયેલો ૪ ફૂટનો મગર પકડી પાડવામાં આવ્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો. ત્રીજો કોલ વાઘોડિયા ગામથી આવ્યો હતો કે, રસ્તા પર એક ટ્રેકટરની સીટ નીચે એક સાપ આવી ગયો છે. જેથી સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત બાદ એક ૪.૫ ફૂટનો અતિ ઝેરી ગણાતો એવો કોબ્રા સાપ જેને ગુજરાતીમાં નાગ કહેવાય છે તે પકડી પાડવામાં આવ્યો હતો.