અમદાવાદ-

રવિવાર અને સોમવારે સાયન્સ સિટીમાં પણ મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. છેલ્લા ૩ દિવસમાં ૧૦,૯૫૬ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. તેમાંથી સાયન્સ સિટીને રૂ. ૩૫.૫૬ લાખની આવક થઇ હતી. જેમાં માછલીઓની નવી નવી પ્રજાતિ જાેવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તે ઉપરાંત ડાન્સિંગ રોબોટ, સહિતના સાયન્સ સિટીના નવા નવા નજરાણા જાેવા માટે પણ નાગરિકો ઉમટી પડ્યા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સાયન્સ સિટીમાં રવિવારે ૫ હજાર જેટલા નાગરિકો ઉમટી પડ્યા હતા. જ્યારે સોમવારે પણ ૩૫૦૦ જેટલા નાગરિકોએ મુલાકાત લીધી હતી. રવિવાર અને સોમવારની રજામાં અંદાજે ૬૪ હજાર લોકોએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. રવિવારે સૌથી વધુ ૪૧ હજાર લોકો કાંકરિયા ઉમટ્યા હતા. અર્થાત પ્રત્યેક બે સેકન્ડે એક વ્યક્તિ કાંકરિયાની મુલાકાતે આવી હતી તેમ કહી શકાય. બંને દિવસ સાબરમતી રિવરફ્રન્ટ પણ મેદનીથી છલકાયો હતો. રવિવારે અંદાજે ૫૦ હજાર જ્યારે સોમવારે ૩૦ હજાર લોકોએ રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. કાંકરિયા લેક ફ્રન્ટ પર અગાઉ કાર્નિવલની ઉજવણી સમયે કદાચ આવો માનવ મહેરામણ જાેવા મળતો હતો. રવિવાર અને સોમવારના બે દિવસોમાં આ પ્રકારનો માનવ મહેરામણ જાેવા મળ્યો હતો. કાંકરિયા લેક ફ્રન્ટને રવિવારે ૧૧.૬૧ લાખ અને સોમવારે પણ ૮ લાખની આવક થઈ હતી.નાગરિકોએ પ્રાણી સંગ્રહાલય, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, બોટીંગ સહિતની જુદી - જુદી સ્થળની મુલાકાત લીધી હતી.

કોરોનાના કેસમાં સતત ઘટાડા સાથે અમદાવાદમાં જનજીવન હવે પૂર્વવત્‌ થઈ રહ્યું છે. આ ઉપરાંત સાયન્સ સિટીમાં પણ ત્રણ દિવસથી અંદાજે ૧૦ હજારથી વધુ લોકો આવ્યા હતા અને સરકારના દાવા મુજબ ૩૫ લાખથી વધુની આવક થઈ હતી. આ સિવાયના નાના મોટા પ્રવાસન સ્થળો તેમજ મોલ-મલ્ટિપ્લેક્સ અને મોટાભાગના મંદિરોમાં પણ ભારે ભીડ જાેવા મળી હતી. સામાન્ય દિવસની સરખામણીએ રવિવારે અને સોમવારે મુલાકાતની સંખ્યામાં ૫ થી ૧૦ ગણો વધારો જાેવા મળ્યો હતો.રિવરફ્રન્ટ પર રવિવાર, સોમવારે નાગરિકોની ભારે ભીડ જાેવા મળી હતી. રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગ, ક્રૂઝ, સ્પીડ બોટ સહિતની પ્રવૃત્તિ માટે પણ રવિવારે અદાજે ૫ હજાર જેટલા નાગરિકોએ લાભ મેળવ્યો હતો. જાેકે સમગ્ર રિવરફ્રન્ટના પશ્ચિમના છેડે તો ૫૦ હજાર લોકો ઉમટી પડ્યા હોવાનું જાેવા મળ્યું હતું. સોમવારે પણ ૩૦ હજાર લોકોએ રિવરફ્રન્ટ પરના વિવિધ ગાર્ડનની મુલાકાત લીધી હતી. રિવરફ્રન્ટ પર માનવ મહેરામણને કારણે ટ્રાફિક પણ અત્યંત વધી ગયો હતો અને પસાર થવામાં ખાસ્સો સમય લાગતો હતો.