ડભોઇ, ડભોઇના ધારાસભ્ય શૈલેશ સોટ્ટાએ નવીન રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત રેલ્વે દ્વારા મળતી માહિતી મુજબ સોમવારે સવારે સી.આર.સી.ઓથોરીટી દ્વારા પેસેન્જર સેફ્ટી ઈનસપેકશન રેલ્વે ડી.આર.એમ સહિત ના અધિકારી ઓની હાજરી માં કરવામાં આવશે અને ફાઇનલ ઓથોરિટી મળ્યા પછી ચાંદોદ સુધી રેલવે ચાલુ કરાશે.ડભોઇ જ્યાં એશીયા નું સૌથી મોટું રેલ્વે જંકશન ગાયકવાડી સાસણ કાળ દરમ્યાન બનવામાં આવ્યું હતું. આ જંકશન ની નજીક થી જેતે સમયે ગાયકવાડ સરકાર દ્વારા નગર માં પ્રવેશવા માટે ડભોઇ ના શીરોમણિ એવા ભક્ત કવીશ્રી દયારામ ના નામ થી મુખ્ય બજાર ને જાેડતો રસ્તો બનવામાં આવ્યો હતો હાલ આ રેલ્વે સ્ટેશન ને તોડી નવું અધ્યતન રેલ્વે સ્ટેશન બનવામાં આવ્યું છે ત્યારે મુખ્ય બજાર ને જાેડતા ભક્ત કવી દયારામ માર્ગ ઉપર નો મુખ્ય ગેટ ને બંધ કરી રેલ્વે તંત્ર દ્વારા નવો ગેટ બનવામાં આવ્યો છે જે રસ્તો નાનો હોય અને અકસ્માત ના બનાવો વધુ બને તેમ હોય ડભોઇ વેપારી મહાજન મંડળ દ્વારા જૂનો ગેટ જ કાર્યરત રાખવા માટે સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ને પત્ર લખી માંગ કરવામાં આવી હતી.