અમદાવાદ-

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. તેઓએ મુંબઈની હોટલમાં આત્મહત્યા કરી હોવાની હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેઓના મૃતદેહ પાસેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઈટ નોટ પણ મળી આવી છે.મોહન ડેલકર લોકસભાના અપક્ષ સાંસદ છે. મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. તેમણે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલી સી ગ્રીન હોટલના રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. તેમની પાસેથી એક સૂસાઇડ નોટ પણ મળી આવી છે. તેમણે ગુજરાતીમાં સૂસાઇડ નોટ લખી છે. જોકે, સૂસાઇડ નોટમાં શું લખ્યું છે, તે હજુ જાણી શકાયું નથી.

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં આપઘાત કર્યો છે. આપઘાતનું કારણ અકબંધ છે. 1989માં સૌ પહેલા અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા 1991 અને 1996માં કોંગ્રેસમાં જોડાઈ સાંસદ બન્યા હતા. 1998માં ભાજપમાં જોડાઈ સાંસદ બન્યા હતા.1999માં ભાજપ છોડી અપક્ષ તરીકે સાંસદ બન્યા હતા. 2004માં ભારતીય નવશક્તિ પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયા. 2009માં ફરી કોંગ્રેસમાં જોડાયા હતા.2019માં કોંગ્રેસમાંથી છેડો ફાડી અપક્ષ સાંસદ બન્યા હતા. 2020માં JDUમાં જોડાયા હતા.