દિલ્હી-

એરક્રાફ્ટ સંશોધન બિલ (Aircraft Amendment Bill 2020) રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયુ છે. લોકસભાએ માર્ચમાં જ બિલ પર મંજૂરીની મહોર મારી દીધી હતી. હવે રાષ્ટ્રપતિની સહી થયા બાદ તે કાયદો બની જશે. આ બિલમાં મુસાફરોની સુરક્ષાને ઘણું મહત્વ આપવામાં આવ્યુ છે. જો મુસાફરો સાથે કોઈપણ પ્રકારનો દગો કરવામાં આવશે, તો દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલ વિશે વાત કરતા ઉડ્ડયન મંત્રીએ જણાવ્યુ હતુ કે સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર રહેલા મોટા દેવાને જોતા સરકાર પાસે માત્ર બે વિકલ્પો બચ્યા હતા. એક તેનું ખાનગીકરણ અને બીજો વિકલ્પ તેને બંધ કરવી. એર ઈન્ડિયા પર એટલુ બધુ દેવુ છે કે સરકાર પણ તેની મદદ નથી કરી શકતી. માટે આ હવાઈ સેવાને ચાલુ રાખવા માટે તેનું ખાનગીકરણ કરવું જરૂરી હતુ. એર ઈન્ડિયા પર હાલ 60 હજાર કરોડ રૂપિયાનું દેવુ છે.