વાંસદા, બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ૧૦૦ વર્ષ જૂની વિરાસત અને હેરિટેજ ટ્રેક ધરાવતી રેલ્વે ભૂતકાળ નહિ બને તે જાણીને આશ્ચર્ય થશે. પરિપત્ર બાદ ટ્રેન બંધ થવાની વાતો ચર્ચાઈ હતી.જે બાદ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન બંધ કરવાના પરિપત્ર બાદ આદિવાસી વિસ્તારની પ્રજાની સગવડ-સુવિધા વધારવાના બદલે તે પણ છીનવી લેવાઈ હોવાની ચર્ચાઓ બાદ આદિવાસી વિસ્તારમાં આક્રોશ વધીજવા પામ્યો હતો. જે બાદ વલસાડ-ડાંગ સાંસદ ડો.કેસી પટેલે રેલવે મંત્રાલય સાથે ટેલિફોનીક વાતચિત કરી હતી અને રેલવે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, રેલવે મંત્રાલયનો ઈરાદો આ ટ્રેનને બંધ કરવાનો નથી જેમાં બીલીમોરા ટ્રેનને બંધ કરવાના સમાચારોને રેલવે મંત્રાલય દ્વારા ખોટા પુરવાર કરવામાં આવ્યા છે. અંગ્રેજાના સમયથી ચાલતી બીલીમોરા-વઘઇ છેલ્લા કેટલાક દિવસોથી નેરોગેજ ટ્રેને ખાસ્સી ચર્ચા જગાવી છે.જેમાં ટ્રેન ચાલુ કરવાને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ગાંધી ચીંધીયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.જે બાદ આદિવાસી વિસ્તારની પ્રજાને રેલવે નો લાભ પાછો મળવી જાેઇએ.જે અંગે વલસાડ ડાંગ સાંસદ ડો. કે.સી.પટેલ દ્વારા દિલ્હી રેલવે મંત્રાલયનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે કે બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન હેરિટેજ ટ્રેકમાં લીધેલ હોવાના કારણે બંધ નહીં થાય હાલ કોરોના મહામારી ના લીધે આ ટ્રેનનો રૂટ બંધ કરવામાં આવ્યો છે.જે આગામી દિવસોમાં બીલીમોરા-વઘઇ રાબેતા મુજબ ચાલુ થઇ જશે તેમ સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્યું હતું.