પાર્ટી સામે વારંવાર આક્રમક તેવર દેખાડતા ભાજપાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પુત્રને ટિકિટ નહીં મળતાં અપક્ષ અને બીજી બધી બહુ પાર્ટી છે, કાંઈ એક જ પાર્ટી ઉપર છાપ નથી મારી એમ જણાવી ખૂલ્લેઆમ બળવાનો ઈશારો કર્યો છે. મારો દીકરો અગાઉ પણ અપક્ષ તરીકે જીત્યા બાદ ભાજપે બોલાવીને ટિકિટ આપતાં શહેરમાં સૌથી વધુ મતે જીત્યો હતો. હું પણ અગાઉ અપક્ષ તરીકે ધારાસભ્ય ચૂંટાયા બાદ ભાજપે મને બોલાવ્યો હતો. નવા આવેલા પક્ષપ્રમુખે નવો નિયમ કાઢયો છે કે સગાંને ટિકિટ નહીં આપવી

ત્યારે મારો પુત્ર દીપક શ્રીવાસ્તવ અને સોટ્ટાના પુત્રને પણ ટિકિટ નથી અપાઈ, પરંતુ મારો પુત્ર તો બે વાર જીતી ચૂકયો છે એ પાર્ટીએ સમજવું જાેઈએ એમ જણાવી નારાજગી વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈએ પણ પુત્રી માટે ટિકિટ માગી હતી અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. હજી એક દિવસની વાર છે. ૬ તારીખ સુધી વાટ જાેઈશ નહીંતર કાંઈક નવાજૂની ચોક્કસ થશે. મારી પુત્રીએ પણ ટિકિટ માગી છે જે ર૦ વર્ષ અગાઉ પરણાવી દીધી છે, તે હવે પારકી થાપણ થઈ ગઈ છે. એને પણ ટિકિટ મળવી જ જાેઈએ એમ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું.