વડોદરા, તા.૨૨

નવા યાર્ડ વિસ્તારમાં અસામાજિક ત¥વો દ્વારા અશાંતધારાનું ઉલ્લંઘન કરી લોકોને ધાકધમકીભર્યા શબ્દો કહેતાં હોવાની રજૂઆત હિન્દુ જાગરણ મંચના નેજા હેઠળ સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટરને કરી હતી. આ સંદર્ભે બે દિવસ પહેલાં ફતેગંજ પોલીસ મથકે પણ રજૂઆત કરાઈ હતી.

નવા યાર્ડ રોઝિઝ ગાર્ડન પાસે આવેલ સરસ્વતીનગરના રહીશોએ ફતેગંજ પોલીસ મથકે આપેલ લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અશાંતધારો લાગુ પડે છે અને આ ચાલીમાં તમામ હિન્દુ લોકો રહેતા આવે છે. અન્ય જ્ઞાતિના લોકોને મકાન તબદીલ કરવા મંજૂરી લેવી જરૂરી છે પરંતુ નગીનભાઈ પરમારે તેમનું મકાન કોઈપણ પરવાનગી વગર વિધર્મીને તબદીલ કર્યું છે, જે ગેરકાયદેસર છે ત્યારે તપાસ કરી કાર્યવાહીની માગ કરી છે. જ્યારે જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, શહેરની અંદર વસતા નવા યાર્ડ વિસ્તારના રહીશોની માગના આધાર પર અવારનવાર અસામાજિક ત¥વો તથા લુખ્ખાઓ દ્વારા નવા યાર્ડની વસતીમાં રોજેરોજ આવીને ધાકધમકી આપી ત્યાંના સ્થાનિક વસતીમાં રહેતા હિન્દુઓને ધમકીભર્યા શબ્દો કહીને તમારું ઘર વેચવાનું હોય તો આપ એ ઘર કોઈપણ બીજાને ન વેચો, અમોને વેચો. જેથી કરીને ત્યાંની વસતીના લોકો દ્વારા નકાર કરતાં આસપાસના લોકોમાં ભયની લાગણી તથા ગંદકી કરીને માનસિક ત્રાસ આપવામાં આવે છે. જેથી ત્યાંના હિન્દુઓ ગભરાઈને ઘર ખાલી કરીને ભાગી જાય તે પ્રકારનું ષડ્‌યંત્ર ચાલી રહેલ છે. અસામાજિક ત¥વો દ્વારા અગાઉ પણ સાતથી આઠ હિન્દુઓના ઘરો ખાલી કરાવી દીધેલ છે. ત્યારે વહેલીતકે આવા અસામાજિક ત¥વોની ધરપકડ કરીને ત્યાં અશાંતધારાને લઈને કોઈ મિલકત નામ ફેરબદલ કરવામાં ન આવે તેવી માગણી કરી છે.