પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવતે મ્યુનિ. કમિશનરને પત્ર લખી કહ્યું છે કે, મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ એક અનામી પત્રિકા પ્રસિદ્ધ થઈ છે જેમાં મેયરને બદનામ કરવાની જે પ્રવૃત્તિ આચરવામાં આવી છે જેને અમો સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ પત્રિકા પ્રસિદ્ધ કોને કરી તે ભાજપની આંતિરક બાબત છે. ભાજપના નેતા અલ્પેશ લિંબાચિયા દ્વારા મેયર પર આક્ષેપો કરાયા છે જેમાં તેમના દ્વારા આવેલા આક્ષેપો કોર્પોરેશનને લગતા બાબત હોય તેની નિષ્પક્ષ તપાસ કરવા માગણી છે.

તમામ વીએમસીની બાબતો એ અનામી પત્રિકામાં છે. આ બાબતોની નિષ્પક્ષ તપાસ થવી જાેઈએ અને તેનું પરિણામ જાહેર થવું જાેઈએ. આ તપાસ બાદ જાે આક્ષેપો કરીને સંસ્થા અને તેના વહીવટનું ચિત્ર બગાડવાનો જે નિમ્ન કક્ષાનો પ્રયાસ કરાયો છે તેની સામે માનહાનિનો દાવો થવો જાેઈએ. જાે આ આક્ષેપો સાચા હોય તો આચરેલા ભ્રષ્ટાચાર સામે કાયદાકીય પગલાં ભરવા જરૂરી કાર્યવાહી થવી જાેઈએ એવી માગણી છે.