વડોદરા, તા.૧૭ 

વડોદરા કોર્પોરેશનની આગામી ચૂંટણી પારદર્શકતાથી થાય તે માટે મતદાન પ્રક્રિયામાં નોટાના વિકલ્પની જેમ ઈવીએમની સાથે બેલેટ પેપરનો વધુ વિકલ્પ આપવાની માગ સાથે વડોદરા આરટીઆઈ વિકાસ મંચે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, છેલ્લાં ઘણાં સમયથી ચૂંટણી પંચ દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા બંધ કરીને ઈવીએમ દ્વારા મતદાન કરવાની પ્રથા શરૂ કરાઈ છે.

ઈવીએમ સંદર્ભે અનેક ફરિયાદો ઊઠી છે અને તેના દાખલારૂપે વીડિયો પણ લોકોને સોશિયલ મીડિયા કે અન્ય સ્થળોએ જાેવા મળી રહ્યા છે, તેનાથી ઈવીએમની વિશ્વસનિયતા રહી નથી. તેની સામે અનેક સવાલો અને શંકાઓ લોકો કરી રહ્યા છે. અમુક મતદાન મથકોમાં ઈવીએમ ખોટકાઈ જવાના બનાવો પણ મતદાન સમયે બન્યા છે.

તે માટે ચૂંટણી લોકશાહી ઢબે નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે લોકોને ઈવીએમને બદલે બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવે તેવી માગણી કરી છે. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં મતદારોને ઈવીએમની સાથે બેલેટ પેપરની સુવિધા પણ આપવામાં આવે તેવી રજૂઆત

કરી છે.