શિનોર, તા.૩૦

કરજણ તાલુકામાં આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે શ્રી રંગઅવધૂત મહારાજનો આશ્રમ આવેલો છે અને નર્મદા નદીના કિનારે જવા માટે ભવ્ય ઓવારો બનાવવામાં આવ્યો છે.

ઓવારા શ્રી રંગ અવધૂત મહારાજની મૂર્તિ મૂકવામાં આવી હતી જેમાં ગત રાત્રીના સમયે કોઈ તોફાની તત્વો દ્વારા મૂર્તિને તોડી પાડવામાં આવી છે જ્યારે બાજુની સાઈડમા મૂકવામાં આવેલી મૂર્તિના પણ પગના અંગૂઠા તોડી નાખવામાં આવ્યા છે જે વાત સવારે શ્રીરંગ ભક્તોમાં ખબર પડતાં રંગ પરિવાર ના ભક્તો ની લાગણી દુભાવવા પામી છે ત્યારે આ બાબતે કરજણ શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ ને ખબર પડતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બીજી તરફ પોલીસ દ્વારા પણ ડૉગસ્કોર્ડ લાવીને તોફાની તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે થોડા દિવસો અગાઉ પણ કરજણ નગરમાં આવેલ સાંઈબાબાના મંદિરે ચોરી થવા પામી હતી જ્યારે મુક્તિધામ સ્મશાનમાં પણ કેટલાક તોફાની તત્વો દ્વારા ભગવાનના ફોટાઓ તોડી ફોડીને બાળી દેવામાં આવ્યા હતા અને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું