રાજપીપળા : રાજપીપળામાં ગાડીના શો રૂમના સેલ્સ એક્ઝિક્યુટીવે ૧.૧૧ લાખ ગ્રાહક પાસેથી એડવાન્સ પેટે લીધા હતા.અને જ્યારે ગાડી આપવાનો સમય આવ્યો ત્યારે સેલ્સ એક્ઝિક્યુટીવે ગ્રાહક સાથે ગલ્લા તલ્લા કર્યા, અંતે સેલ્સ એક્ઝિક્યુટીવે હાથ અઘ્ધર કરી દેતા ગ્રાહકે રાજપીપળા પોલિસ સ્ટેશનમાં લેખિત રજુઆત કરી છે. 

ચતુરભાઈ વસાવાએ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે રાજપીપળા સ્થિત નવજીવન હુંડાઈ શો રૂમમાં સેલ્સ એક્સિક્યુટિવ તરીકે નોકરી કરતા રવિ બલરાજ મહેશ્વરીને સફેદ કલરની વેન્યુ કાર બુક કરાવવા પેટે ૧.૧૧ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા, એની સામે રવિ બલરાજ મહેશ્વરીએ ૬/૮/૨૦૨૦ની તારીખની કંપનીના સહી સિક્કા વાળી રસીદ આપી ૧૨/૮/૨૦૨૦ ના રોજ ગાડીની ડિલિવરી મળી જશે એમ જણાવ્યું હતું.એક અઠવાડિયું નીકળી ગયું પણ ગાડીની ડિલિવરી ન મળી.બાદ રમેશભાઈએ સુરત-ભરૂચના શો રૂમનો સંપર્ક કર્યો તો ત્યાંથી પણ એમને યોગ્ય જવાબ ન મળ્યો અને રવિ મહેશ્વરી તરફથી પણ કોઈ યોગ્ય જવાબ ન મળ્યો.નવજીવન હુંડાઈ- સુરતના એમ.ડી હિતેશ ગુર્જરે કહ્યું હતું કે નવજીવન હુંડાઈની મુખ્ય શાખા સુરતના સ્ડ્ઢ હિતેશ ગુર્જરે જણાવ્યું હતું કે ગ્રાહકને ડુપ્લીકેટ રસીદ બનાવી રવિ મહેશ્વરીએ પૈસા લીધા હશે.રમેશભાઈનું કોઈ બુકીંગ એમાઉન્ટ અમને મળ્યું નથી.