પાદરાઃપાદરાના ચાણસદ ગામે બીએપીએસ પ્રાયોજિત દીક્ષા મહોત્સવ ના દ્વિતીય દિવસે ૫૫ યુવાનોએ પાર્ષદ દિક્ષા ગ્રહણ કરી હતી પૂ.મહંત સ્વામી મહારાજ એ પોતાના સ્વહસ્તે ૫૫ નવયુવાનોને દીક્ષા પ્રદાન કરી હતી પાદરા ખાતે આવેલ ચાણસદ ગામ પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મ ભૂમિ ને શાંતિ નું ધામ ગણાય છે. ત્યાં આજે દ્વિતીય દિવસે પરમ પૂજ્ય મહંત સ્વામી એ ૫૫ યુવાનોને પાર્સદ દીક્ષા પ્રદાન કરી હતી. જેમાં ૬ અનુસ્નાતક, ૧૬ સ્નાતક, ૨૯ ઇજનેર તેમજ પરદેશના ૬ યુવાનો અને માતા-પિતાના એક ના એક એવા ૨૦ યુવાનોએ આજે પાર્સદ દીક્ષા લીધી હતી. દ્વિદિવસીય દીક્ષા સમારોહ ૧૦૮ માળાના મણકા અને એક મેરુ મળી કુલ ૧૦૯ યુવાનોએ સહર્ષ ત્યાગ આશ્રમ સ્વીકાર કર્યો હતો.આ દીક્ષા મહોત્સવની સભામાં ગત રોજ રાત્રે આકસ્મિક ઘટનામાં ગુમાવેલ ટીડીએસ રાવતના દેહાંત અન્વય મહંત સ્વામી મહારાજ ની સૂચના અનુસાર અને દિવંગત કુટુંબને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં ૫૦૦થી વધુ સંતોષ હરીભક્તો જાેડાયા હતા.ઉલ્લેખનીય છે કે નવ દીક્ષિત યુવાનોના માતા પિતા તેમજ પરિવારજનોએ આ સંત સેના મા દીક્ષા ગ્રહણ કરતા અને તેમાં જાેડાવા અને અપનાવવા બદલ ધન્યતા અનુભવી હતી.