અરવલ્લી : ટીંટોઈ ગામના ખેમાભાઈ અંબાભાઈ મોરી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (અર્ધ લશ્કરી દળ)માં ૩૯ વર્ષ સુધી દેશની રક્ષા કરી ૫ મહિના અગાઉ વયનિવૃત્ત થયા હતા. નિવૃત્તિ લીધા બાદ અન્ય યુવાનો પણ દેશ માટે કંઈક કરી શકે તેવા ઉદ્દેશ સાથે ગામના ગૌચરને લશ્કરી ટ્રેનિંગ સેન્ટરની જેમ ફેરવી દઈ સ્થાનિક અને આજુબાજુના વિસ્તારના યુવાનોને આર્મીમાં જોડાવા માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવા નિઃશુલ્ક તાલીમ કેમ્પ શરૂ કર્યો છે. જેમાં મોટી સંખ્યામાં ૧૦થી વધુ ગામના યુવકો તાલીમ લઇ રહ્યા છે. આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા જિલ્લા પોલીસવડા સંજય ખરાતે નિવૃત્ત આર્મી જવાનને પોલીસભવન ખાતે આમંત્રિત કર્યા બાદ સોમવારે ટીંટોઈ ગામે મેદાનની મુલાકાત લઇ આર્મી જવાનની દેશ ભક્તિને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.અરવલ્લી એસપી સંજય ખરાતે સોમવારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવાની સાથે ટીંટોઈ અને દધાલિયા આઉટ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી લોક સંવાદ કર્યો હતો અને રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનો ચિતાર મેળવ્યો હતો.  

મોડાસા તાલુકના ટીંટોઈ ગામના સીઆઈએસએફ માં ૩૯ વર્ષ દેશની રક્ષા કરી નિવૃત્ત થયેલા ખેમાભાઈ અંબાભાઈ મોરી પ્રવેતન માટે નહિ વતનષ્ માટે નિઃશુલ્ક યુવાનોને આર્મીમાં જવા માટે શારીરિક માનસિક રીતે તૈયાર કરવાનું અનોખુ અભિયાન ચલાવાઇ રહ્યા છે ત્યારે તેમની દેશભક્તિને સલામ કરવા જીલ્લા પોલીસવડા સંજય ખરાત ટીંટોઈ મેદાનમા પહોંચી ખેમાભાઈ મોરીની મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન આપવાની સાથે કોઈ પણ જરૂરિયાત જણાય તો ધ્યાન દોરવા તાકીદ કરી હતી. એસપી ખરાતે ખેમાભાઈ મોરી અને મેદાનની મુલાકાત લઇનિવૃત્ત આર્મી જવાનનો હાંસલો બુલંદ બન્યો હતો.