વોશિંગ્ટન-

કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાભરમાં ૩૪ લાખથી વધારે મોત છતા આની ઉત્પત્તિને લઇને અત્યાર સુધી અટકળો લગાવવામાં આવી રહી છે. દુનિયાના અનેક દેશ આ ખતરનાક વાયરસના પેદા થવાની જગ્યા ચીનની વુહાન ઇન્સ્ટિટ્યુટ ઑપ વાયરોલોજીને માને છે. તેમનો દાવો છે કે ચીને આ મહામારીથી જાેડાયેલી મહત્વની જાણકારીઓ છૂપાવીને આને આખી દુનિયામાં ફેલાવ્યો. હવે નવો ખુલાસો થયો છે કે નવેમ્બર ૨૦૧૯માં આ લેબમાં કામ કરનારા ત્રણ રિસર્ચર્સ એટલા બીમાર થઈ ગયા હતા કે તેમને હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. મોટી વાત એ છે કે એ સમયે આખી દુનિયા કોવિડ-૧૯ના નામથી અજાણ હતી.

આનો ખુલાસો અમેરિકન મીડિયા વૉલ સ્ટ્રીટ જર્નલે અજ્ઞાત અમેરિકન ખુફિયા રિપોર્ટના આધારે કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આનાથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોવિડ-૧૯ વાયરસની ઉત્પત્તિ વિશે ઘણી સહાયતા મળી શકે છે. આજે ઉૐર્ંની એક બેઠક થવાની છે, જેમાં વાયરસની ઉત્પત્તિને લઇને ચર્ચા કરવામાં આવશે. આ રિપોર્ટને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના અંતિમ દિવસોમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ ફેક્ટ શીટમાં જાહેર કરવામાં આવ્યો હતો. ચીનની વુહાન લેબમાં બીમાર પડેલા ત્રણ રિસર્ચર્સના બીમાર થયાની આ ખુફિયા જાણકારીને લઇને ઉૐર્ંથી જાેડાયેલા અધિકારીઓએ અલગ-અલગ મંતવ્ય રાખ્યા છે. કેટલાક નિષ્ણાતોએ આને કોવિડની ઉત્પત્તિથી જાેડાયેલી મહત્વની સાંકળ ગણાવી છે. તો કેટલાકે કહ્યું છે કે આ સૂચનાને આંતરરાષ્ટ્રીય ભાગીદાર દ્વારા પ્રાપ્ત કરવામાં આવી છે. આ કારણે અત્યારે પણ અમારે આગળની તપાસ અને અતિરિક્ત પુષ્ટીની જરૂરિયાત છે. જાે કે અનેક અમેરિકન અધિકારીઓએ આને ઘણો મજબૂત પુરાવો ગણાવ્યો છે.

દુનિયાના અનેક ટોચના મહામારી વૈજ્ઞાનિકો અને વાયરોલોજિસ્ટોનું માનવું છે કે કોવિડ-૧૯ મહામારી જીછઇજી-ર્ઝ્રફ-૨નો જન્મ નવેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાન શહેરથી થયો, જ્યારે ચીનનું કહેવું છે કે આ વાયરસનો પહેલો પુષ્ટ મામલો ૮ ડિસેમ્બર ૨૦૧૯ના આવ્યો હતો, જ્યારે એક વ્યક્તિની અંદર આ વાયરસ જાેવા મળ્યો. ચીન ઉપર શક એ કારણે પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કારણ કે તેણે અત્યાર સુધી વુહાન ઇન્સ્ટિટ્યુટમાં ચામાચિડીયામાં જાેવા મળતા કોરોના વાયરસને લઇને કરવામાં આવી રહેલા પોતાના વ્યાપક કાર્યનો ડેટા, સુરક્ષા લૉગ અને લેબ રેકૉર્ડ શેર નથી કર્યો. વૉલ સ્ટ્રીટ જર્નલના આ રિપોર્ટને લઇને અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમે ચીનની લેબથી આ વાયરસ ફેલાયો હોવાના સિદ્ધાંતને અત્યારે પણ માનીએ છીએ, આ કારણે અમે આના પ્રચારથી પાછા નહીં હટીએ. જાે કે બાઇડન સરકારે ટ્રમ્પના સમયના એ ખુફિયા રિપોર્ટ વિશે ટિપ્પણી કરવાને લઇને ઇનકાર કરી દીધો છે. બીજી તરફ પોતાના ત્યાંથી કોરોના વાયરસની ઉત્પત્તિ થઈ હોવાની વાતો માનતું નથી.