દિલ્હી-

ભારતએ ઓરિસ્સાના ચાંદીપુરમાં આવેલ ઇંટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં પહેલી વખત મધ્યમ અંતરથી સપાટી પરથી હવામાં માર કરનાર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલને આંતરરાષ્ટ્રીય સ્તર એમઆરએસએએમથી ઓળખાય છે. ભારતના આ પરીક્ષણથી દુશ્મન દેશોની સ્થિતિ ખરાબ થઇ રહી છે. કારણ એ છે કે આ મિસાઇલ અને તેની ટેકનોલોજી ઇઝરાયલથી લાવવામાં આવી છે.

ભારતીય સેના માટે બનાવામાં આવેલ આ એમઆરએસએએમ મિસાઇલને ભારતના ડીઆરડીઓ અને ઇઝરાયલના આઇએઆઇએ મળીને બનાવી છે. એમઆરએસએએમ આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી ફંકશન રડાર, મોબાઇલ લોન્ચર સિસ્ટમ હોય છે. આ ઇઝરાયલની ખતરનાક મિસાઇલ બરાક-8 પર આધારિત છે. એમઆરએસએએમનું વજન અંદાજે 275 કિલોગ્રામ હોય છે. લંબાઇ 4.5 મીટર અને વ્યાસ 045 મીટર હોય છે. આ મિસાઇલ પર 60 કિલોગ્રામ વોરહેડ એટલે કે હથિયાર લોડ કરી શકે છે. આ બે સ્ટેજની મિસાઇલ છે, જે લોન્ચ થયા બાદ ધુમાડો ઓછો છોડે છે. 

એક વખત લોન્ચ થયા બાદ એમઆરએસએએમ આકાશમાં સીધી 16 કિલોમીટર સુધી ટાર્ગેટને ઠાર કરી શકે છે. આમ તો તેની રેન્જ અડધા કિલોમીટરથી લઇ 100 કિલોમીટર સુધી છે. એટલે કે આ રેન્જમાં આવનારા દુશ્મન યાન, વિમાન, ડ્રોન કે મિસાઇલને નેસ્તાનાબુદ કરી શકે છે. એમઆરએસએએમ મિસાઇલમાં નવી વાત રેડિયો ફ્રિકવન્સી સીકર એટલે કે આ દુશ્મનનું યાન. જાે ચકમો આપવા માટે માત્ર રેડિયોનો ઉપયોગ કરી રહ્યું છે તો પણ તેને તોડી પાડી શકશે. તેની ગતિ 680 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2448 કિલોમીટર એક કલાકની છે. તેની ગતિ પણ તેને ખૂબ જ ઘાતક બનાવે છે. 

ભારતે ઇઝરાયલથી એમઆરએસએએમ મિસાઇલના પાંચ રેજીમેન્ટ ખરીદવાની વાત કરી છે. તેમાં 40 લોન્ચર્સ અને 200 મિસાઇલ આવશે. આ ડીલની કિંમત અંદાજે 17000 કરોડ રૂપિયા છે. આ મિસાઇલોની તૈનાતીથી ભારતને વાયુ સુરક્ષા કવચ બનાવામાં મદદ મળશે. આશા છે કે 2023ની સાલમાં તેની તૈનાતી કરી દેવાશે.