કાબુલ-

અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજાે કર્યા પછી અહીં અફરાતફરીનો માહોલ છે. અફઘાનિસ્તાનના લોકોને આશા છે કે કોઈ દેશ તેમને આશરો આપશે અને તેથી તેઓ તાલિબાનના ડરથી કાબુલ એરપોર્ટ તરફ ભાગી રહ્યા છે. અમેરિકા સહિત ઘણા દેશો પણ તેમના નાગરિકોને ત્યાંથી સુરક્ષિત કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એવા હજારો અફઘાનો છે, જેઓ ત્યાંથી નીકળવાની આશા રાખી રહ્યા છે. આ કારણથી જ કાબુલ એરપોર્ટ પર રોજ હજારો લોકોની ભીડ જાેવા મળી રહી છે, પરંતુ હવે અહીં પણ તેમની હાલત દયનીય બની રહી છે. કાબુલ એરપોર્ટ પર અત્યારે ચારેબાજુ નિરાશા અને હતાશાનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. અહીં પાણી અને જમવામાં માટે હજારોની કિંમત વસૂલાય છે. પરિણામે, અફઘાનોને ભૂખ્યા મરવાનો વારો આવ્યો છે.

અફઘાનિસ્તાનમાં લોકો અહીં ભૂખ્યા-તરસ્યા ગરમીમાં તેમનો વારો આવવાની રાહ જાેઈ રહ્યા છે, પરંતુ હવે લોકોની આશા તૂટતી જાય છે અને શરીરે જવાબ આપવાનું શરૂ કરી દીધું છે. પરિણામે, હાલ કાબુલ એરપોર્ટ પર કોણ, ક્યારે જમીન પર પડી જાય એ વિશે કશું કહી શકાય એમ નથી. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે રાહ જાેતા હજારો લોકો કાબુલ એરપોર્ટ પર ભેગા થયા છે. જેને જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને તે પોતાનો વારો આવવાની રાહ જાેઈ રહ્યા છે. અહીં પરિણામ એ આવ્યું કે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, એક અફઘાન નાગરિકે કહ્યું હતું કે અહીં પાણી અને જમવાની કિંમત હજારોમાં વસૂલાય છે. આમ, અફઘાનો બંને બાજુથી પરેશાન થઈ રહ્યા છે. એક બાજુ તાલિબાનો પીડા આપી રહ્યા છે અને બીજી બાજુ મોંઘવારીનો માર.અફઘાન નાગરિક ફઝલ-ઉર રહેમાને સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર પાણીની એક બોટલના ૪૦ અમેરિકન ડોલર એટલે કે અંદાજે ૩ હજાર રૂપિયામાં અને એક પ્લેટ ભાત ૧૦૦ અમેરિકન ડોલર એટલે કે ૭૫૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યાં છે. નવાઈની વાત એ છે કે આ વસ્તુઓ માત્ર ડોલરમાં વેચવામાં આવી રહી છે, અફઘાનિસ્તાનની કરન્સીમાં નહીં. જાે કોઈ પાણીની બોટલ અથવા ખાવાનું ખરીદે તો તેમણે અમેરિકન ડોલરમાં પેમેન્ટ કરવાનું હોય છે.ફઝલે આગળ જણાવ્યું હતું કે અહીં વસ્તુઓ એટલા મોંઘા ભાવે મળી રહી છે કે સામાન્ય વ્યક્તિ માટે એ ખરીદવી મુશ્કેલ છે. અન્ય એક અફઘાની નાગરિક અબ્દુલ રઝાકે કહ્યું હતું કે અહીં લોકોની સખત ભીડ છે અને એને કારણે મહિલાઓ અને બાળકોની સ્થિતિ દયાજનક છે. અહીં લોકોની હાલત ખરાબ થતી જાય છે. લોકો અફઘાનિસ્તામાંથી નીકળવા માટે એટલા અધીરા છે કે તેઓ કચરાના ઢગલાનો કે ગટરના ગંદા પાણીનો પણ વિચાર નથી કરતા અને જ્યાં જગ્યા મળે ત્યાં કલાકો સુધી તેમનો વારો આવવાની રાહ જાેઈ રહ્યા છે.