ભરૂચ

ભરૂચ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઇદે મિલાદ પર્વ પ્રસંગે મસ્જિદો, દરગાહો તેમજ મકાનોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ઇદે મિલાદને લઈ રાજ્ય સરકાર દ્વારા જારી કરેલ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખી ભરૂચના મુસ્લિમોએ પર્વની ઉજવણી કરી હતી.

ભરૂચ જિલ્લાના ગામો તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ઇદે મિલાદ પર્વની પૂર્વ સંધ્યાએ મસ્જિદો, દરગાહો તેમજ મકાનોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા.

સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનીને આવેલા ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર સાહેબ મુહંમદ સલ્લલાહુ અલયહિ વસલ્લમના જન્મ દિવસની સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાય દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ઇસ્લામી માસની ૧૨-મી રબીઉલ અવ્વલના દિવસે મુહમ્મદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં આવેલ ઇસ્લામીક સ્થળો મસ્જિદો, દરગાહોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. હાલ ચાલી રહેલી કોરોના મહમારીના પગલે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા પરંપરાગત ઇદે મિલાદ પર્વ પ્રસંગે કાઢવામાં આવતું જુલૂસ ચાલુ વર્ષે મોકૂફ રાખવામાં આવેલ હતું. તથા કોવિડ-૧૯ અંગે સરકાર દ્વરા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ ઇદેમિલાદની ઉજવણી કરાઈ હતી.