દાહોદ-

દાહોદમાંં સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ઈ.વી.એમ. તોડવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે બની છે. આ સાથે બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાની વિગત મુજબ 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાના પગલે દાહોદ જીલ્લા પોલીસ વડા રેન્જ આઈ.જી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલ મતદાન બંધ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા દાહોદ જિલ્લા પોલીસ વડા, રેંજ IG અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઘણી જગ્યા પર મતદાન કેન્દ્રો પર ઘર્ષણના કિસ્સાઓ સામે આવ્યા છે.