ગાંધીનગર-

ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાના પ્લાન્ટની ગુજરાતમાં સ્થાપના થઇ શકે છે. રાજ્ય સરકાર ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે. ટેસ્લા કંપનીએ ગુજરાતમાં તમામ શક્ય સહાય અને પ્રોત્સાહનો સ્થાપવા તૈયારી દર્શાવી છે. બેંગ્લોરમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર બનાવવા ટેસ્લા કંપની વિચારી રહી છે. ટેસ્લા કંપની ગુજરાત સહિત અનેક રાજ્યોના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ મુદ્દે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાને રદિયો આપ્યો હતો. જોકે આ ઉપરાંત ટેસ્લા ગુજરાત સિહત દેશના અન્ય રાજયો સાથે પણ પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ઇચ્છા દર્શાવી છે.