છોટાઉદેપુર : જ્યારે વાત આવે શ્રદ્ધાની આસ્થાની કે પછી ધાર્મિકતાની ત્યારે ભારતીય સંસ્કૃતિમાં તેનું આજદિન સુધી આગવું સ્થાન રહ્યું છે. આજે પણ મનુષ્યના જીવનમાં આવતા ચઢાવ-ઉતાર માટે મંદિર કે મસ્જિદ ના દ્વાર ખખડાવવામાં આવે છે. આજે આપણે અહીં વાત કરી રહ્યા છે એવી શ્રદ્ધાળુ મહિલાની કે જેની પાસે દુંદાળા દેવને આવકારવા માટે મોટા મહેલ કે સિમેન્ટ કોંક્રીટ નું ઘર પણ નથી પણ છે, વિશાળ હૈયું. જેને સરકારની ગાઇડલાઇન પ્રમાણે ઘરે માટીની ગણેશની મૂર્તિ બનાવી અને પોતાના ઘરે વિઘ્નહર્તાને આવકાર્યા છે. આ મહિલાને પૂછતાં તે પોતાનું ગુજરાત પોતાના ચાર બાળકો સાથે રહે છે અને ગુજરાન ચલાવવા માટે લોકોના ઘરે કામવાળી તરીકેનું કામ કરે છે. 

તેના પતિ છૂટક મજૂરી કરી બન્ને સાથે મળી અને કમાઈ અને પોતાના બાળકો તેમજ પોતાનું ગુજરાન ચલાવે છે. આજરોજ ગણેશજી ને પોતાના ઘરે પધારવાના હોય તેઓ દરેક કામની રજા પાડી અને ગણેશજીને સઃ હૃદયે આવકારવા માટે થનગનાટ અનુભવી રહ્યા નું રૂબરૂ માં જણાવેલ હતું.