પેરિસ-

આ મહિનાના અંતમાં થવા જઇ રહેલી ફ્રેન્ચ ઓપન ગ્રૈન્ડ સ્લૈમ ટેનિસ ટૂર્નામેન્ટમાં આ વખતે પહેલા રાઉન્ડમાં હાર્યા બાદ પણ ખેલાડીઓને ૬૦ હજાર યૂરો મળશે.ક્લે કોર્ટ ગ્રૈન્ડ સ્લૈમ ફ્રેન્ચ ઓપન મે મહિનામાં થવાનુ હતુ. પરંતુ સ્થગીત કરવામાં આવ્યુ હતુ અને હવે ૨૭ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર સુધી તેનું આયોજન કરવામાં આવશે.જ્યારે વર્ષની છેલ્લી ગ્રૈન્ડ સ્લેમ યુએસ ઓપનનું આયોજન દર્શકો વિના જ કરવામાં આવ્યુ હતુ.

કોરોના મહામારીને કારણે હાલની પરિસ્થિતિયોને ધ્યાનમાં રાખીને આયોજકોએ અભૂતપૂર્વ પહેલ કરતા શરૂઆતમાં હારનાર ખેલાડીઓને વધારે પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.કારણ કે કોરોનાને કારણે ખેલાડીઓની હાલત વધારે ખરાબ છે. પહેલા રાઉન્ડમાં હારનાર ખેલાડીને ગયા વર્ષ કરતા ૩૦ ટકા વધારે પુરસ્કાર રાશિ આપવામાં આવશે જે ૬૦ હજાર યુરો હશે.

ક્વોલિફાઇંગના પહેલા રાઉન્ડમાં હારનાર ખેલાડીને ૧૦ હજાર યૂરોનો ચેક આપવામાં આવશે.આ સાથે ફ્રેન્ચ ઓપન ગ્રૈન્ડ સ્લૈમ ટેનિસ ટૂર્નામેન્ટમાં દર્શકોને જોવાની અનુમતિ આપવામાં આવશે પરંતુ એક દિવસમાં માત્ર ૧૫૦૦ દર્શકો ને જ પ્રવેશ આપવામાં આવશે.આ વખતે ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીને આયોજકો દ્વારા બુક કરવામાં આવેલી હોટલમાં જ રાખવામાં આવશે.ખેલાડીઓના આગમન પર કોરોના ટેસ્ટ થશે,જેને નેગેટીવ ટેસ્ટ હશે તેને જ માન્યતા પત્ર આપવામાં આવશે.જ્યારે બીજો ટેસ્ટ ૭૨ કલાકની અંદર કરવામાં આવશે ત્યાર બાદ ટૂર્નામેન્ટ દરમ્યાન દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવશે.