અમદાવાદ-

ઈન્ડિયન નેવીમાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ભારતીય નૌસેનાએ ટ્રેડ્સમેન મેટ ગ્રુપ-સીની પોસ્ટ પર ભરતી માટે 10 પાસ કેન્ડિડેટ્સ પાસેથી ઑનલાઈન અરજી આમંત્રિત કરી છે. તેના માટે ભારતીય નૌસેનાએ ઈસ્ટર્ન નેવલ કમાન્ડ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને સદર્ન નેવલ કમાન્ડમાં વિભિન્ન ટ્રેડ્સમાં ટ્રેડ્સમેન મેટની કુલ 1159 જગ્યાઓ પર ભરતીની નોટિફિકેશન જારી કરી દીધી છે.

નેવીમાં ટ્રેડ્સમેન મેટની ભરતી ઈન્ડિયન નેવી સિવિલિયન એન્ટ્રેસ ટેસ્ટ (આઈએનસીઈટી-ટીએમએમ-01/2021) દ્વારા કરવામાં આવે છે. જે કેન્ડિડેટ્સ આ પદો માટે ઑનલાઈન અરજી કરવા માંગે છે. તે ભારતીય નૌસેનાના ભરતી પોર્ટલ, joinindiannavy.gov.in પર ઉપલબ્ધ લિંક દ્વારા અંતિમ તારીખ પહેલા સુધી કરી શકે છે.

ભારતીય નૌસેના ટ્રેડમેન માટે ઑનલાઈન અરજીની પ્રક્રિયા 22 ફેબ્રુઆરી 2021થી શરૂ થશે અને કેન્ડિડેટ્સ 7 માર્ચ 2021 સુધી પોતાની એપ્લીકેશન ઑનલાઈન મોડમાં સબમિટ કરી શકશે.

શૈક્ષણિક યોગ્યતાઃ નેવી આઈએનસીટી ટીએમએમ ભરતી 2021 માટે જારી નોટિફિકેશન પ્રમાણે નૉન-ગેજેટેડ ઈન્ડસ્ટ્રિયલના ગ્રુપ-સી ટ્રેડમૈન મેટના પદો માટે એપ્લાય કરનારા કેન્ડિડેટ્સને ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ હોવું જોઈએ. તે દેશમાં સંચાલિત કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી હાઈ સ્કૂલ કે સેકેન્ડ્રી એટલે કે 10મા ધોરણની પરીક્ષા પાસ હોય. તેની સાથે જ કેન્ડિડેટ્સે આઈટીઆઈ પણ પાસ કરેલું હોય.

ઉંમર મર્યાદા 7 માર્ચ 2021એઃ ભારતીય નૌસેનામાં ગ્રુપ-સી અંતર્ગત નૉન-ગેજેટેડ ઈન્ડસ્ટ્રિયલમાં ટ્રેડમેન મેટના પદો પર એપ્લાય માટે કેન્ડિડેટ્સની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને અધિકતમ ઉંમર 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પરીક્ષા ફીઃ

એસસી/ એસટી/ PWBDs/ ભૂતપૂર્વ સૈનિક અને મહિલાઓ માટેઃ કોઈ પરીક્ષા ફી નથી

અન્ય તમામ વર્ગના કેન્ડિડેટ્સ માટેઃ રૂ.205/-

પસંદગી પ્રક્રિયાઃ નેવી ટ્રેડ્સમેન મેટ ભરતી 2021 પસંદગી પ્રક્રિયા અંતર્ગત પ્રાપ્ત થયેલા અરજી ફૉર્મની સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યાર બાદ કેન્ડિડેટ્સનું ઑનલાઈન લેખિત પરીક્ષા લેવામાં આવશે. જે કેન્ડિડેટ્સ લેખિત પરીક્ષામાં સફળ થશે તેમના ડૉક્યૂમેન્ટ્સનું વેરીફિકેશન કરવામાં આવશે.