લોકસત્તા ડેસ્ક 

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, 2795 લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચમાં સામે આવ્યું કે સવારે એસ્ટ્રોજન હોર્મોનનું લેવલ વધારે રહે છે, જે કેન્સરનું કારણ બને છે. સવારે એક્સર્સાઈઝ કરવાથી આ હોર્મોન લેવલને ઘટાડી શકાય છે.

એક્સર્સાઈઝ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે સાથે કેન્સરનું જોખમ પણ ઘટે છે. સ્પેનમાં કરવામાં આવેલાં એક રિસર્ચ પ્રમાણે, એક્સર્સાઈઝથી કેન્સરનું જોખમ ઓછું કરવું છે હોય તો વર્કઆઉટનો સમય મહત્ત્વનો છે. સવારે 8થી 10 વાગ્યા સુધીમાં એક્સર્સાઈઝ કરવામાં આવે તો પ્રોસ્ટેટ, કોલોન અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. 

ઊંઘ અને કેન્સર પરસ્પર સંકળાયેલા છે. નાઈટ શિફ્ટમાં કામ કરનાર લોકોની સરકેડિયન રિધમ બગડે છે. આવા લોકોમાં કેન્સરનું જોખમ વધે છે. કોઈ વ્યક્તિની એ બાયોલોજીકલ ક્લોક જેમાં સૂવા અને જાગવાનું ચક્ર પૂરું થાય છે તેને સરકેડિયન રિધમ કહેવાય છે. 

કરન્ટ ઓપિનિયન આ ફિઝિયોલોજીમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પ્રમાણે, સવારે એક્સર્સાઈઝ કરવાથી સરકેડિયન રિધમમાં સુધારો આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે લોકો સાંજે 7થી 10 વાગ્યા સુધી એક્સર્સાઈઝ કરે છે તેમની બોડી ક્લોક ધીમી બને છે અને તેની અસર શરીર પર થાય છે. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં આગામી 5 વર્ષમાં કેન્સરના કેસ 12% વધી જશે. હાલ દેશમાં કેન્સરના 13.9 લાખ કેસ છે. 2025 સુધી તે વધીને 15.7 લાખ સુધી પહોંચી શકે છે. આ રિપોર્ટ પ્રમાણે, 2020 સુધી પરુષોમાં 6.8 લાખ કેસ અને 2025 સુધી 7.6 લાખ કેસ થવાનું અનુમાન છે. તો 2020માં મહિલાઓના 7.1 લાખ કેસ અને 2025 સુધી 8 લાખ કેસ થવાનું અનુમાન છે. 

આ રીતે કેન્સરથી બચો 

- લીલાં પાંદડાવાળી શાકભાજી, ચણા અને ફળ ડાયટમાં સામેલ કરો. શાકભાજી અને ફળોમાં ફાઈબર હોય છે તે રોગો સામે લડવામાં મદદગાર છે.

- ખાંડનો વધુ પ્રમાણમાં ઉપયોગ ન કરો.

- ખોરાક ફ્રાય કરવા માટે નારિયેળ અથવા ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો.

- કેન્સરના લક્ષણો જણાય તો ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.

- ગર્ભનિરોધક ગોળીઓનો લાંબાગાળા સુધી ઉપયોગ ન કરો. તેનાથી મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ છે.

કેન્સરના આ લક્ષણોની ઓછી ચર્ચા થાય છે પરંતુ મહત્વના છે. - પેશાબમાં લોહી આવવું, કોઈક વસ્તુ ગળવામાં મુશ્કેલી થવી, મેનોપોઝ બાદ પણ લોહી આવવું, લોહીની ઊણપની બીમારી એનીમિયા, મળમાં લોહી આવવું, ઉધરસ દરમિયાન લોહી આવવું, સ્તનમાં ગાંઠ વગેરે પણ કેન્સરના જ લક્ષણો છે.