અરવલ્લી,તા.૮  

શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ -૨૭ પર માલપુર નગરમાંથી પસાર થતા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જતા માલપુરના પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. માલપુર નગરના નાના-મોટા વાહનચાલકો તોબા પોકારી ઉઠ્‌યા છે રોડ પર પડેલા ખાડાઓના લીધે અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે .શામળાજીથી માલપુર-ગોધરા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં ન આવતા ડિસ્કો રોડથી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્‌યા છે. હજુ તો વરસાદ ખાબક્યો નથી, ત્યાં શામળાજીથી માલપુર-ગોધરા સુધીનો સ્ટેટ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. સોશ્યલ મીડિયામાં સ્ટેટ હાઇવે રીપેર કરવામાં આવેની માંગ છે માલપુર નગરના પ્રવેશદ્વારે પડેલા મસમોટા ખાડાઓથી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્‌યા છે. વાહનચાલકો અને રાહદારીઓને માથે અકસ્માતનો ભય મંડરાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેટ હાઇવે તંત્ર સમગ્ર મામલે ટોલ કોન્ટ્રાક્ટર ઉપર બધું ઢોળી રહી છે. શામળાજી-મોડાસા રોડ પર પડેલા ખાડાઓને લીધે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહનચાલકો છાસવારે પલટી જતા હોવાની સાથે અકસ્માતની ઘટનાઓ બનતા અનેક નિર્દોષ વાહનચાલકોએ જાનથી હાથ ધોવાના અને ઈજાગ્રસ્ત થવાની ઘટનાનો ભોગ ખાનગી કંપનીના પાપે બની રહ્યા છે મોડાસા-શામળાજી રોડ પર પડેલા ખાડાઓ અને ગાબડાં તાત્કાલિક પુરવામાં આવે તેવીમાંગ વાહનચાલકોમાં પ્રબળ બની છે.અરવલ્લી જિલ્લામાં પસાર થતા સ્ટેટ તથા નેશનલ હાઇવે પર ચોમાસાની શરુઆત થતા જ મસમોટા ખાડા પાડવાની શરુઆત થઈ ગઈ છે.માલપુર નગરમાંથી પસાર થતા મોડાસા- ગોધરા સ્ટેટ હાઇવે પર પહેલા વરસાદે જ મોટા મોટા ખાડા પડયા છે. રોડ પરથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે. અગાઉ રોડ પર પડેલા ખાડાઓમાં વાહન ખાબકતા વાહનચાલકો સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની અનેક ઘટનાઓ ઘટી છે.રોડની આજુબાજુ ઉભા રહેતા ફેરિયાઓ,કેબીનધારકો અને રોડની બાજુમાંથી પસાર થતા રાહદારીઓ માટે ખાડા ઘાતક નીવડી શકે છે.