અમદાવાદ

અમદાવાદ જીએમડીસી ખાતે નવી બનેલી કોવિડ હોસ્પિટલનું ગઇકાલે જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ સને મુખ્યપ્રધાન સાથે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કેન્દ્ર અને ડીઆરડીઓ ની મદદથી આ હોસ્પિટલ તૈયાર થઈ છે જેનું આવતીકાલ એટલે કે ૨૪ તારીખથી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. ૨૪ તારીખથી શરૂ કરવાની જાહેરાત થતા જ આજે વહેલી સવારથી દર્દીઓના સગા તેમને સારવાર માટે અહીં લાવી રહયા છે પરંતુ આ હોસ્પિટલમા કામ હાજી બાકી છે એમ કહી ને દર્દીઓને પાછા મોકલવામાં આવે છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી દરર્દીઓ આવી રહયા હતા પરંતુ તેમને પાછા જવાનો વારો આવ્યો હતો. અમદાવાદમા એક પણ સરકારી હોસ્પિટલમા જગ્યા નથી ત્યારે આ હોસ્પિટલ એક અશનું કિરણ બની ને આવી છે દર્દોને અહીં સારવાર મળશે તેવા આશય સાથે લોકો આવ્યા હતા . ત્યાં આવેલા દર્દીઓ ૧૦૮મા નહીં પણ પ્રાઇવેટ સાધન મા આવ્યા હતા રીક્ષા હોય કે ગાડી હોય તેમાં દરર્દીઓ સાવરવાર માટે આવી રહયા છે પરંતુ હોસ્પિટલમા એડમિટ નહીં કરતા નિરાશ સને વલોપાત કરતા તેઓ પાછા ગયા હતા અને હોસ્પિટલ ઘ્વારા ત્યાં ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ દોડાવ્યા હતા અને ત્યાં ગેટ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવમાં આવ્યો હતો. ત્યાં ગેટ બહારથી જ પોલીસે જવાનો એ કહ્યું કર ૧૦૮મા આવશે તેમને જ દાખલ કરવામા આવશે પરંતુ દર્દીઓને ૧૦૮ મળતી નાથી ૧ થી ૨ કલાકનો સમય બાદ એક એમયુલન્સ દરર્દીઓને મળે છે .

સવારથી જ દર્દીઓનો ઘસારો છે ઓછામાં ઓછા ૨૦૦ જેટલા દર્દીઓમાં સગા અહીં પૂછપરછ માટે આવી ગયા છે અને કેટલાક તો અહીં દરર્દીઓને જ લઈને આવ્યા છે પરંતુ તેમને ધક્કો ખાઈને પાછા જવાનો વારો આવ્યો હતો એક બાજુ કોરોના બેકાબુ છે હોસ્પિટલમા જગયા નથી બીજી તરફ આ નવી બનેલી કોવિડ હોસ્પિટલ ૨૪ તારીખ થી શરૂ થઈ જશે પરંતુ આજે શરૂ મા થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે કેટલાક દર્દીઓ રોકકળ કરતા પાછા ગયા છે કેટલી આશા લઈને આ હોસ્પિટલમા સારવાર માટે આવ્યા હતા.