ન્યુ દિલ્હી,તા.૧૭ 

કોરોના વાયરસથી દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા આરબીઆઈએ ગ્રાહકોને બેંકનાં ઈસ્ૈં ભરવાની છૂટ આપી હતી. ઘણા ગ્રાહકોએ આ અંગે મોરેટોરિયમનો લાભ લીધો ન હતો. સુપ્રીમ કોર્ટે આજે વ્યાજ માફી મામલે ફરી સુનાવણી કરી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી મુલતવી રાખી છે.

સુપ્રીમ કોર્ટે ભારતીય રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયને વ્યાજ માફી મામલા પર વિચાર કરવા માટે વધુ સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને આ સમગ્ર મામલાની સમીક્ષા કરવા જણાવ્યું છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટ જાણવા માંગે છે કે મોરેટોરિયમ પિરિયડ સમયે વ્યાજ લાગશે કે નહીં. આ અગાઉ સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા જણાવ્યું હતું કે લોન મોરટોરિયમ સ્કીમ અંગે સુપ્રીમ કોર્ટે સુનવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કÌšં હતું કે રિઝર્વ બેંકે છ મહિના લોન માફી આપી છે તેમાં વ્યાજ સંપૂર્ણ માફ નહિ પણ વ્યાજ ઉપર વ્યાજ હોવું જાઈએ નહિ.આમ સુપ્રિમે રાહત આપવા માટે લોનના હપ્તા નહીં તો વ્યાજમાફી આપવાની સૂચના આપી છે. લોનધારકોએ ઈસ્ૈં ચૂકવવા માટે વધુ ત્રણ મહિના એટલે કે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી રાહત મળી છે.જાકે લોનના હપ્તા ચૂકવવા માટે રાહત અપાઈ છે પરંતુ તેનું વ્યાજ ચૂકવવું તો ફરજીયાત જ છે. આ ઉપરાંત બેંકોએ પણ તેમની બેલેન્સશીટ સંભળાવવા માટે વ્યાજ પર વ્યાજ વસૂલવામાં આવશે તેમ કÌšં છે.