બાયડ,તા.૫  

બાયડ નગરપાલિકા વિસ્તારમાં રામમંદિરના ભૂમિપુજન કે જેનો દેશવાસીઓને છેલ્લા કેટલાયે વર્ષોથી ઇન્તજાર હતો તે દિવસ કે જેનું ભૂમિપુજન અયોધ્યા ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાયડ નગરમાં વિવિધ હિન્દુ સંગઠનો જેવા કે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગ દળ બાયડ પ્રખંડ દ્વારા રામમંદિરના શિલાન્યાસ કાર્યક્રમ નિમિતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુપરિષદ, બજરંગ દળ તેમજ ભાજપ કાર્યકરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સીન્ગના અમલ સાથે બાયડ નગરમાં ઠેર ઠેર કેસરી ધજાઓ લહેરાવી તેમજ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવતા નગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત ઉપાધ્યક્ષ અશોકભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ વાડીભાઈ ડોકટર, બાયડ ભાજપ સંગઠન પ્રમુખ સ્નેહલ પટેલ, પ્રકાશભાઈ પટેલ, બાયડ પ્રખંડ વિશ્વ હિન્દુપરિષદ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, બાયડ વિશ્વ હિન્દુપરિષદ અધ્યક્ષ મિતેષ પટેલ, બાયડ બજરંગ દળ શહેર સંયોજક શૈલેષ બારોટ, સમીર મારવાડી, રોશન પટેલ, કેતન બારોટના જણાવ્યાનુસાર આજના દિવસને ઐતિહ્યસિક દિવસ બનાવવા માટે બાયડ નગરમાં દરેકના ઘરે સાંજે દિવા પ્રગટાવીને દિવાળી જેવો માહોલ બનાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.