વડોદરા, તા.૨૨

વડોદરા શહેરમાં અને જિલ્લાના પાદરા તાલુકામાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી હતી.રાત્રીના એકા એક મેઘરાજાએ ઘબઘબાડી બોલાવતા વહેલી સવાર સુઘી ચાર કલાકમાં વડોદરામાં ૫ ઇંચ અને પાદરા તાલુકામાં ૪ ઇંચ વરસાદ ખાબકતા મોટાભાગનુ શહેર જળમગ્ન બની ગયુ હતુ. વહેલી સવારે ઉઠેલા લોકોને સોસાયટીઓમાં તેમજ ઘરોની આગળ ભરાયેલા પાણી જાેઈને ચોકી ગયા હતા.

વડોદરા શહેરના માંડવી, દાંડિયાબજાર,

રાવપુરા, સ્ટેશન ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં સારાભાઇ સોસાયટી તેમજ આસપાની કેટલીક સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. આ ઉપરાંત શહેરના સ્લમ વિસ્તારો કમાટીપુરા, નવાયાર્ડ રોશનનગર,નિઝામપુરા પેન્શનપુરા વગેરે વિસ્તારોમાં પણ લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા.તો આજવા રોડ, ખોડીયારનગર, વડસર, સુભાનપુરા હાઈટેન્શન રોડ,ઝાંસી કી રાણી સર્કલ ,ગોત્રી, ઇસ્કોન મંદિર સહિતના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સોસાયટીઓના રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ ગયા હતા. સોસાયટીના રહીશો પાણીનો નિકાલ કરવા માટે કામે લાગી ગયેલા જાેવા મળ્યા હતા.ચાલુ ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત ૪ કલાકમાં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકારની સ્થિતી સર્જાી હતી. ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી પણ ૧૪ ફૂટે પહોંચી હતી. જાેકે,સવાર થી વરસાદ થંભી જતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો શરૂ થયો હતો. સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ થવાની શરૂઆત થઇ ગઇ હતી.

મધરાત્રિથી વડોદરામાં ૧૨૪ મિ.મી.વરસાદ

વડોદરા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સુત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરામાં રાત્રે ૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધીમાં ૧ ઇંચ (૨૬ મિમી) અને ૪થી ૬માં ૨ કલાકમાં ૩ ઇંચ (૯૮ મિમી) વરસાદ વરસ્યો હતો. જ્યારે પાદરા તાલુકામાં રાત્રે ૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધીમાં ૨ ઇંચ (૪૫ મિમી) અને ૪થી ૬માં ૨ ઇંચ (૪૯ મિમી) વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે વડોદરા શહેર અને પાદરા તાલુકામાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી.જ્યારે જિલ્લાના અન્ય કોઈ તાલુકામાં વરસાદ થયો ન હતો.પરંતુ આજે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુઘી કરજણમાં સર્વાઘિક ૩.૫ ઈંચ ( ૮૮ મી.મી. )સાવલીમાં ૨૫ મી.મી. ( ૧ ઈંચ ) જ્યારે વડોદરામાં ૧૫ મી.મી.,વાઘોડિયામાં ૧૪ મી.મી. વરસાદ થયો હતો.

સયાજીગંજમાં કોમ્પ્લેક્સના બેઝમેન્ટની દુકાનોમાં પાણી ઘૂસ્યાં ઃ વેપારીઓને ભારે નુકસાન થયું

વડોદરા ઃ મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટીંગના પગલે શહેરમાં બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે.આખી રાત દરમિયાન વરસેલા ભારે વરસાદને પગલે દુકાનો ઓફિસોમાં ૩ થી ૪ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હોવાની માહિતી વેપારીઓને સવારે થતા વેપારીઓ દુકાનો ઉપર પહોંચી ગયા હતા. અને કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં ભરાયેલા પાણી જાેઈને ચોકી ઉઠ્‌યા હતા. સયાજીગંજ વિસ્તારમાં આવેલ ફોનિક્સ કોમ્પ્લેક્સ સહિત કેટલાક કોમર્શીયલ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા અનેક દુકાનો પાણીમાં ગરક થઈ ગઈ હતી. દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને દુકાનોની અંદર મુકેલી વસ્તુઓ પલળી જતા ભારે નુકસાન થયુ હતું. વેપારીઓ દ્વારા પાણીની મોટર મૂકીને પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. વેપારીઓએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા કોમર્શિયલ ટેક્સ વસુલ કરવામાં આવે છે. પરંતુ તેની સામે કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી.બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. કોર્પોરેશન દ્વારા વેપારીઓને વળતર આપવું જાેઈએ તેવી માગણી કરી હતી.