અમદાવાદ-

સરગાસણમાં રહેતી ફ્લોરા નામની 11 વર્ષની બાળકી બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડાઈ રહી છે. ફ્લોરા ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે. ફ્લોરાની ઈચ્છા કલેક્ટર બનવાની છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેએ તેમની ઈચ્છાને માન આપીને ફ્લોરાને એક દિવસની કલેક્ટર બનાવી અનોખી પહેલ કરી હતી. ફ્લોરાની નાજુક તબિયતન હોવા છતા તે જીવનના દરેક પળને કેવી રીતે માણવો તે દરેકને શીખવી રહી છે. ફ્લોરા બોલિવુડ ગાયિકા નેહા કક્કરના ગીત ગાઈ રહી છે. ફ્લોરા માટે બીજી ખુશીની વાત એ છે કે, નેહા કક્કરે એક વીડિયો બનાવી ફ્લોરાને ખાસ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ફ્લોરાના માતાએ કહ્યું હતું કે, નેહા કક્કરના ગીત સાંભળીને જ ઝૂમી ઉઠે છે.

ફ્લોરાએ જિલ્લા કલેક્ટર સામે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, નેહા કક્કર જો તેને જન્મદિવસની શુભેચ્છા આપશે તો તેને ઘણું ગમશે. જોકે, નેહા કક્કરે એક વીડિયો બનાવી ફ્લોરાને શુભેચ્છા આપતા ફ્લોરા અને તેના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, "ફ્લોરાની આ ઈચ્છા બાબતે જિલ્લા કલેક્ટરે તેમને સૂચના આપી હતી અને તેમણે ગાયિકા નેહા કક્કરના પિતા જયનારાયણ કક્કર સાથે વાતચીત કરી હતી. તેમણે તેમને ફ્લોરાની બીમારી અંગે જણાવ્યું હતું. ત્યારે જયનારાયણ કક્કરે તેમને ખાતરી આપી હતી કે, અમદાવાદની દિકરીની ઈચ્છા તેમની દિકરી નેહા જરૂર પૂર્ણ કરશે, એટલે નેહાએ એક વીડિયો શેર કરીને ફ્લોરાના જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ સાથે જ ફ્લોરાના પરિવારે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, "ફ્લોરાની આ ઈચ્છા બાબતે જિલ્લા કલેક્ટરે તેમને સૂચના આપી હતી અને તેમણે ગાયિકા નેહા કક્કરના પિતા જયનારાયણ કક્કર સાથે વાતચીત કરી હતી. તેમણે તેમને ફ્લોરાની બીમારી અંગે જણાવ્યું હતું. ત્યારે જયનારાયણ કક્કરે તેમને ખાતરી આપી હતી કે, અમદાવાદની દિકરીની ઈચ્છા તેમની દિકરી નેહા જરૂર પૂર્ણ કરશે, એટલે નેહાએ એક વીડિયો શેર કરીને ફ્લોરાના જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ સાથે જ ફ્લોરાના પરિવારે જિલ્લા કલેક્ટર સહિત સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.