વડોદરા, તા.૧૪

ભારતીય ક્રિકટ ટીમના પૂર્વ કપ્તાન દત્તાજીરાવ ગાયકવાડની અલવિદા બાદ ક્રિકેટ ચાહકોને વધુ એક આંચકો લાગ્યો છે. વડોદરા શહેરના પંચામૃત ફ્લેટમાં રહેતા પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનુ હાર્ટ એટેક થી મૃત્યું થયું હતું. પૂર્વ ક્રિકેટરના નિધનના સમાચાર મળતાજ તેમના નિવાસસ્થાને પૂર્વ ક્રિકેટરો પહોંચ્યા હતા અને અંતિમ દર્શન કર્યા હતા અને તેમના ઘરેથી અંતિમયાત્રા નીકળી હતી અને ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તેઓ હાલ બીસીએમાં સિલેક્ટર તરીકે કામગીરી કરતા હતા.

​​​​​​​જસ્મીન નાયક વડોદરાની ટીમ માંથી રણજી ક્રિકેટર રહી ચૂક્યા હતા અને હાલ તેઓ બીસીએમાં અંડર-૧૬ અને ૧૯ના સિલેક્ટર હતા. વડોદરાના કેટલાક નામાંકિત ક્રિકેટરો પણ તેમની પાસેથી ક્રિકેટના પાઠ ભણી ચૂક્યા છે.જ્યારે તેઓ આ પૂર્વે કિરણ મોરે એકેડમીમાં પણ કોચીંગ આપી અનેક ક્રિકેટરોને ક્રિકેટના પાઠ ભણાવ્યા હોવાનું જાણવા મળે છે.

​​​​​​​પૂર્વ રણજી ટ્રોફી પ્લેયરે જણાવ્યું હતું કે, જસ્મીન નાયક પાસેથી અમે ક્રિકેટ રમતા શિખ્યા હતા. તેઓ ખૂબ સારા કોચ હતા અને સારા માણસ પણ હતા. ગઇકાલે તો દત્તાજીરાવ ગાયકવાડએ અલવિદા કરી હતી અને તેમની અંતિમ યાત્રામાં જસ્મીન નાયક જાેડાયા હતા. ત્યારે જસ્મીન નાયક પણ અલવિદા કરતા અમને બહુ શોક લાગ્યો છે. બીસીએના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ તેઓએ ઘણા ક્રિકેટર તૈયાર કર્યાં હતા. તેઓ ખૂબ ડિસિપ્લિન હતા અને ક્રિકેટરને કેવી રીતે કોચિંગ આપવું તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા.જસ્મીન નાયકના અચાનક નિધન થી વડોદરાના ક્રિકેટ વર્તુળમાં ધેરા શોકના લાગણી ફેલાઈ છે.

મહારાષ્ટ્રના વિરારમાં ૨૧ ઓગષ્ટ ૧૯૫૬માં જન્મેલા જસ્મીન નાઈક બરોડાની ટીમ માંથી વર્ષ ૧૯૮૬-૮૭ અને ૧૯૮૮-૮૯ માં બે રણજી મેચ રમ્યા હતા.રાઈટ હેન્ડ બેટ્‌સમેન અને રાઈટ આર્મ મિડિયમ ફાસ્ટ બોલર જસ્મીન નાઈકે બે મેચમાં ૨૧ રન બનાવ્યા હતા. અને બે વિકેટ લીધી હતી.

ગઇકાલે તો દત્તાજીરાવને અલવિદા કરી હતી

વડોદરાના પૂર્વ ક્રિકેટરે જણાવ્યું હતું કે, જસ્મીન નાયક પાસેથી અમે ક્રિકેટ રમતા શીખ્યાં હતા. તેઓ ખૂબ સારા કોચ હતા અને સારા માણસ પણ હતા. ગઇકાલે તો દત્તાજીરાવ ગાયકવાડને અલવિદા કરી હતી અને તેમની અંતિમ યાત્રામાં જસ્મીન નાયક જાેડાયા હતા. ત્યારે જસ્મીન નાયક પણ અલવિદા કરતા અમને બહુ શોક લાગ્યો છે.

તેઓએ ઘણાં ક્રિકેટર તૈયાર કર્યાં હતા

​​​​​​​વધુ એક પૂર્વ રણજી ક્રિકેટરે જણાવ્યું હતું કે, તેઓ અમારી ટીમના કોચ રહી ચૂક્યા હતા, હું તેમની સાથે ૨૨ વર્ષથી જાેડાયેલો છું. તેઓએ ઘણા ક્રિકેટર તૈયાર કર્યાં હતા. તેઓ ખૂબ ડિસિપ્લિન હતા અને ક્રિકેટરને કેવી રીતે સારું કોચિંગ આપવું તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા.