મુંબઇ 

લવબર્ડ્સ, નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના ઘરે 30 જુલાઈ, 2020ના રોજ દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો, જે હવે ચાર મહિનાનો થઈ ગયો છે. અગસ્ત્ય ચાર મહિનાનો થતાં મમ્મી નતાશાએ સેલિબ્રેશનનો પ્લાન બનાવ્યો હતો, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

તસવીરોમાં, નતાશા રિપ્ડ જીન્સ અને ટી-શર્ટમાં સ્ટનિંગ લાગી રહી છે, જ્યારે લિટલ મંચકિન અગસ્ત્યએ સ્વેટશર્ટ અને પેન્ટ પહેર્યું છે. બંનેએ મફિન-શેપ્ડ બર્થ ડે કેક પાસે બેસીને પોઝ આપી રહ્યા છે. કેપ્શનમાં નતાશાએ લખ્યું છે કે, 'અગસ્ત્ય #4monthsold'. 


હાર્દિક પંડ્યા આ સેલિબ્રેશનનો ભાગ બની શક્યો નહોતો, કારણ કે, ઓસ્ટ્રેલિયા સામે મેચ હોવાથી હાલ તે સિડનીમાં છે. હાર્દિક પ્રોફેશનલ ડ્યૂટીમાં ભલે ગમે એટલો બિઝી હોય પરંતુ આ વચ્ચે તેણે નતાશાની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. તેણે મા-દીકરાની આ તસવીરો પર હાર્ટ ઈમોજી મૂક્યું છે. 

દીકરાનો જન્મ થયો ત્યારથી નતાશા તેની ક્યૂટ તસવીરો ફેન્સ સાથે શેર કરી રહી છે. હાલમાં જ તેણે રિતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'વોર'ના સોન્ગ 'જય જય શિવશંકર' પર દીકરા સાથે ડાન્સ કરતી હોય તેવો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો એટલો ક્યૂટ હતો કે ફેન્સને ખૂબ પસંદ આવ્યો હતો. 

નતાશા સ્ટેનકોવિક હાલ એક્ટિંગથી દૂર રહીને દીકરાનો ઉછેર કરવામાં વ્યસ્ત થઈ ગઈ છે. તે અગસ્ત્યની દરેક બાબતોનું ધ્યાન રાખી રહી છે. અગસ્ત્ય માટે તેણે કાર-થીમ્ડ રૂમ પણ ડેકોરેટ કરાવ્યો છે. જેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી.