પાદરા

પાદરા નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની તા.૧૪-૧૨-૨૦૨૦ના રોજ મુદત પૂર્થ થનારી છે ત્યારે વહીવટદાર તરીકે નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. વહીવટદાર તરીકે સ્થાનિક સ્વરાજની સંસ્થાના વહીવટી અધિકારીને ચાર્જ આપવા નિર્દેશ કરાયો છે. ત્યારે મંગળવાર તા.૧૫-૧૨-૨૦૨૦ના રોજથી પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ જાેશી પાદરા નગરપાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે.

પાદરાના ચીફ ઓફિસર આગામી ચૂંટણી સુધી પાદરા નગરપાલિકાની કામગીરી સરળતાથી ચાલે તે રીતે આગામી ચૂંટણી સુધી ચાર્જ સંભાળશે. જાે કે તેઓ નીતિવિષયક નિર્ણયો લઈ શકશે નહીં. પાદરા નગરપાલિકાની મુદત તા.૧૪-૧૨-૨૦૨૦ના રોજ પૂર્ણ થઈ ગઈ છે જેને કારણે પાલિકામાં હવે વહીવટદાર તરીકે નિમણૂક થતાં પાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર તરીકે કામગીરી કરશે. કોરોનાની મહામારીના પગલે પાદરા નગરપાલિકાની ચૂંટાયેલી પાંખના કાર્યકાળ એક્સન્ટેશનની છૂટ આપતાં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટાયેલી પાંખની પ્રથમ મિટિંગની તારીખના પાંચ વર્ષ પૂર્ણ થતાં ચૂંટાયેલી પાંખનો કાર્યકાળ પૂર્ણ થાય છે. આ સમયગાળા બાદ ચૂંટાયેલી પાંખને સત્તાધીશ ગણી શકાય નહીં. ચૂંટણી દ્વારા નવી પાંખ ઊભી કરવાની હોય છે.

નગરપાલિકાની ચૂંટાયેલી પાંખની ટર્મ ડિસેમ્બર, ર૦ર૦માં પૂર્ણ થવા પામી હતી. કોરોનાની પરિસ્થિતિએ ચૂંટણી યોજવી શકાય તેમ ન હોવાથી ચૂંટણી ત્રણ મહિના માટે પાછળ ઠેલવામાં આવી હતી. ત્યારે હવે ચીફ ઓફિસર અધિકારી ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્થ થયા બાદ નગરપાલિકાની કામગીરી સંભાળશે, તેઓ કોઈ નીતિવિષયક નિર્ણયો લઈ શકશે નહીં. જ્યાં સુધી નવી ચૂંટાયેલી પાંખ કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી જે તે નગરપાલિકાની કામગીરી સુમગતાથી ચાલતી રહે તે રીતે હાલમાં પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ જાેશી પાલિકાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે. ચીફ ઓફિસર મુકેશ જાેશી પાદરા નગરપાલિકામાં ૧૧ મહિના કરાર મુજબ પાલિકાનો ચાર્જ સંભાળી રહેલ છે જેઓને વહીવટને ત્રણથી ચાર મહિનાનો સમય થવા આવેલ છે. તેઓએ કોઈ કારણોસર રાજીનામું પણ આપી દીધું હતું, પરંતુ બાદમાં રાજીનામું પરત ખેંચી પુનઃ ફરી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકેનો ચાર્જ સંભાળેલ હતો.