ગાંધીનગર-

સફાઈ કર્મચારીઓ તરફથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં સુધી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત્ રાખવા સફાઈ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે. આમ તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ગાંધીનગરના સફાઈ કર્મચારીઓ ઉતર્યા છે. જ્યારે લઘુતમ વેતનથી પગાર કરવાની માગ કરવામાં આવી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓનો આ માસ્ટર પ્લાન હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે, એપ્રિલ મહિનામાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પહેલાં સફાઈ કર્મચારીઓ કોર્પોરેશનનું નાક દબાવશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ હવે પગાર વધારાની માગણીઓ અંગે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યાં છે. સફાઈ કર્મચારીઓની માગ છે કે, કોન્ટ્રાક્ટ પ્રથા હટાવવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે.