વડોદરા : વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની અગ્રણી એવી બરોડા ડેરીના પશુપાલકોને દૂધમાં ભાવફેર પ્રશ્ન ઉગ્ર બની રહ્યો છે. વડોદરા પોલીસે બરોડા ડેરીની બહાર પ્રતિક ધરણાની મંજૂરી નહી આપતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સર્કિટ હાઉસ ખાતે ધરણા પર બેઠા હતા. જાેકે, ગાંધીનગરથી પ્રદેશ ભાજપ પ્રમુખનું તેડુ આવતા ધરણા પડતા મૂકીને કેતન ઇનામદાર અને અક્ષય પટેલ ગાંધીનગર જવા રવાના થઇ ગયા છે. આ મુદ્દે અગાઉ જ ડભોઇના ધારાસભ્યા અગાઉથી જ ગાંધીનગર પહોંચી ગયા હતા. જ્યા પ્રદેશ પ્રમુખ સાથે બેઠક બાદ પ્રશ્નના નિરાકરમ માટે આવતિકાલે સવારે પ્રદેશ પ્રમુખે ડેરીના સત્તાધિશોને પણ ગાંધીનગર બોલાવ્યા હોંવાનુ જાણવા મળે છે.

બરોડા ડેરીમાં દૂધના ભાવફેર રકમની ચુકવણી મુદ્દે પશુપાલકોના સમર્થનમાં ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરી વિરુદ્ધ લડત ચલાવવા મેદાનમાં ઉતર્યા છે તેમના સમર્થનમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, અક્ષય પટેલ, શૈલેષભાઈ મહેતા પણ જાેડાયા છે. જ્યારે સાંસદ રંજનબેન ભટ્ટને ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા ધારાસભ્યો અને બરોડા ડેરીના સત્તાધિશો વચ્ચે સમાધાન હેતુ પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે મળેલી બેઠકમાં સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા ધારાસભ્ય કેતન ઈનામદારે આજથી બે દિવસ ડેરીના બહાર પશુપાલકો સાથે પ્રતિક ધરણા કરવાની તેમજ પશુપાલકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ હતી.જાેકે, વડોદરા પોલીસે ડેરીની બહાર પ્રતિક ધરણાની પરવાનગી આપી ન હતી અને ડેરી જેમજ કલેકટર ઓફીસ ખાતે યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી પશુપાલકોની ઉપસ્થિતિમાં કેતન ઈનામદારે અલકાપુરી સરકીટ હાઉસ ખાતે ધરણાં યોજયા હતા. પશુપાલકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે, કેતન ભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ૫૦થી વધુ પશુપાલકો સર્કિટ હાઉસ ખાતે એકત્ર થયા હતા.

ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, સત્તાધિશો બરોડા ડેરીને પોતાના બાપની પેઢી સમજી બેઠા છેઅમે ગમે તેમ કરીને અમે ભાવફેર કરાવીને જ રહીશું.સર્કિટ હાઉસ ખાતે કેતન ઇનામદાર સહિત ભાજપના ૪ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રભારી અને સાંસદ વચ્ચે બેઠક મળી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યુ ન હતુ.જાેકે, આ સમગ્ર મામલો ભાજપ મોવડીઓ સુધી પહોંચતા પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે ટેલીફોનિક વાતચીત બાદ પ્રદેશ પ્રમુખનુ તેડુ આવતા ધરણા પડતા મૂકીને કેતન ઇનામદાર તેમજ અક્ષય પટેલ ગાંધીનગર જવા રવાના થયા હતા.જ્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા પણ અગાઉથી ત્યા પહોંચ્યા હોંવાનુ જાણવા મળે છે.ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સાથે સાંજે ચર્ચા કરાયા બાદ આવતિકાલે ધારાસભ્યો અને બરોડા ડેરીના સત્તાધિશો સાથે પ્રદેશ પ્રમુખ દ્વારા બેઠક યોજી સમગ્ર મામલે ચર્ચા-વિચારણા થનાર હોંવાનુ જાણવા મળે છે.