અમદાવાદ-

ગુજરાતમાં પેટ્રોલપંપના ડિલરો સામે SGSTના અધિકારીઓએ રાજ્ય વ્યાપી દરોડા પાડયા છે. જેમાં વેટ નંબર રદ થયા પછી પણ પેટ્રોલપંપના માલિકોએ વેચાણ ચાલુ રાખ્યુ હોવાનું ધ્યાને આવતા SGSTના અધિકારીઓએ દરોડા પાડયા છે. મળતી માહિતી મુજબ હાલ ગુજરાતમાં અલગ અલગ 80 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગેરરીતિ સૌરાષ્ટ્રમાં થઈ હોવાનો અંદાજ છે. જેમાં રાજકોટમાં 24, ભાવનગરમાં 7, પોરબંદર, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરતમાં અલગ અલગ પેટ્રોલપંપ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં ગુજરાતના 78 હજારથી વધુ વેપારીઓના વેટ નંબર રદ કરાયા છે