દિલ્હી-

પશ્ચિમ ઉત્તર પ્રદેશના બદાયુન જિલ્લામાં 50 વર્ષીય મહિલાની ગેંગરેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક પુજારી સહિત ત્રણ લોકો પર આનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. મામલો રવિવારની મોડી સાંજેનો છે.

સોમવારે સવારે મહિલાના ઘરેથી લેવામાં આવેલી તસવીરોમાં મૃતદેહ પથારી પર પડેલો અને પરિવારના સભ્યો સહિત અન્ય ગામલોકોએ તેને ઘેરી લીધો હોવાનું દર્શાવ્યું છે. શબને પીળી ચાદરથી ઢંકાયેલ છે, જે લોહીથી લથબથ દેખાય છે. શબનો એક પગ તૂટેલો છે, જે વાંકો દેખાય છે. સ્થાનિક મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં મૃતક મહિલાના પુત્રએ કહ્યું કે, "તેઓ (મહિલા) ને તેમની કારમાં મૂકીને અહીંથી ચાલ્યા ગયા. અહીં પહોંચ્યા ત્યાં સુધીમાં તેણી મરી ગઈ હતી. પુજારી અને અન્ય લોકોએ તેને દરવાજે ફેકી દીધી અને તેઓ ભાગી ગયા.. " મહિલાના દીકરાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું, "મારી માતા રોજ પૂજા કરવા ત્યાં જતી હતી. રવિવારે તે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પૂજા કરવા ગઈ હતી. તેઓએ તેને રાત્રે 11.30 વાગ્યે ફેંકી દીધી હતી."

બદાયુ પોલીસે કરેલા એક ટવીટમાં જણાવ્યું છે કે આ કેસમાં સામુહિક બળાત્કાર અને ખૂનનો કેસ નોંધવામાં આવ્યો છે અને બેની ધરપકડ કરવામાં આવી છે. બદાયું પોલીસ વડા સંકલ્પ શર્માએ પણ બંનેની ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્થાનિક પોલીસકર્મીઓ સામે બેદરકારી બદલ શિસ્તપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બદાયું પોલીસ અધિક્ષક સંકલ્પ શર્માએ જણાવ્યું હતું કે, "પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યું છે કે સ્થાનિક સ્ટેશન પ્રભારી કેસ ચલાવવામાં બેદરકારી દાખવે છે. મેં તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે."