વડોદરા, તા. ૧૨

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરને શુસોભીત કરવા માટે લાખોની ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં સયાજીરાવ ગાયકવાડની દેન એવા કમાટીબાગમાં પણ નવા નવા આકર્ષણ લાવવામાં આવી રહ્યા છે. પરંતુ શહેરમાં આવેલા અન્ય બગીચાની હાલત શું છે તેનો કદાચ પાર્ક એન્ડ ગાર્ડન શાખાના અધિકારીઓને ખ્યાલ સુધ્ધાં નથી. જેથી લોકસત્તા જનસત્તા દ્વારા શહેરના કેટલાક ગાર્ડનની હાલની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગે તમામ ગાર્ડનની હાલત દયનિય જાેવા મળી હતી. કોર્પોરેશન દ્વારા શહેરના બગીચાને વિકસાવવા માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે સાથે નવા નવા આકર્ષણો પણ લાવવામાં આવી રહ્યા છે. પરંતુ મહત્વનું છે કે, આટલા મોટા વડોદરા શહેરમાં ઘણા બગીચાઓ છે. જે અલગ અલગ વિસ્તારના શહેરીજનો, સિનિયર સિટીઝન્સ, બાળકો સૌના માટે આનંદ પ્રમોદનું સ્થળ છે. જેના કામ માટે અને જરૂરી સુધાકરણ માટે વિશેષ બજેટ પણ ફાળવવામાં આવે છે. જાેકે, કોર્પોરેશનની પાર્ક એન્ડ ગાર્ડન શાખા માટે માત્ર કમાટીબાગ જ મહત્વનો હોય તેમ તમામ ધ્યાન તેના પર કેન્દ્રીય કરવામાં આવે છે. ત્યારે શહેરના અન્ય ગાર્ડનની દયનિય માટે જવાબદાર કોણ તે પ્રશ્ન વડોદરાના શહેરીજનો પૂછી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના મતદારોના મત મેળવી તેમના પ્રતિનિધિ બનેલા ચૂંટાયેલા સભ્યો પોતાને મળેલી સત્તામાં રત્તીભર પણ જાે પોતાની જવાબદારી સમજતા હોય તો તેમને શહેરના વિકાસ માટે આડેધડ ર્નિણય લેનાર કોર્પોરેશનના અધિકરીઓના કાન મરોડવાની જરૂરિયાત છે. .

કમાટીબાગમાં કરોડોના ખર્ચે થઇ રહેલું નવીનીકરણ જાેવ મળ્યું હતું. જેમાં મસમોટા હાથી, ઝીરાફ અને ડાયનાસોરના પૂતળા નજરે પડ્યા હતા. જે ખરેખર કમાટીબાગની શોભામાં વધારો કરે છે. પરંતુ બીજી તરફના દશ્ર્યો કંઈક જુદા જ હતા. કમાટીબાગમાં ફુવારા તો છે, પરંતુ બંધ છે. ઘડિયાળ તો રાખી છે પરંતુ બંધ છે. એટલું જ નહીં ફુલોથી ભરેલા ગાર્ડનમાં કચરાનાં ઢગલા છે. એટલું જ રમવાના સાધનો હાલત દયનિય બની છે. જે બાળકો માટે જાેખમી સાબિત થાય તેવી હાલતમાં છે. તેમજ બેસવાના બાકડા તૂટી ગયા છે. જ્યારે વાઘની બાજુના રસ્તા પરની ફેન્સીંગ પણ તૂટી ગઈ છે. જે શુશોભન કરનાર અધિકારોને કદાચ દેખાતી નથી અથવા તો તેમની બેદરકારી છત્તી કરે છે.

ફતેગંજ વિસ્તારમાં આવેલ અરવિંદ ગાર્ડનની હાલત પણ કંઇક આવી જ છે. સ્વછતા માટે મુકવામાં આવેલી કચરા પેટી જ તૂટી જવાથી કચરો બની ગઈ છે. એટલું જ નહીં પાણીનું કુલર તો છે પણ પાણી નથી આવતું. ગાર્ડનની મધ્યમાં લગાવેલ આકર્ષક સ્તંભ પર પણ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. ઉપરાંત કમાટીબાગની જેમ અહીં પણ નાના બાળકોને રમવા આવતા હોય છે, પરંતુ રમતના સાધનોની હાલત દયનિય બની છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું ખરેખર પાલિકાની પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા આ ગાર્ડનની દેખરેખ થાય છે કે પછી ખાલી આ ગાર્ડન પાલિકા હેઠળ આવે છે તે ભૂલી જ ગયા છે ?

શહેરનાં સમા વિસ્તારમાં આવેલા વધુ એક ગાર્ડનની હાલત પણ કંઇક આવી છે. સમા વિસ્તારમાં ઐયપ્પા મેદાનની સામેની તરફ આવેલ બગીચાના હાલ પણ ખસ્તા છે. બાકડાઓની સ્થિતિ અત્યંત દયનિય બની છે. તેના પર બેસવા જતા કોઈને ઇજા થાય તેવી હાલત છે. એટલું જ નહીં વોકિંગ ટ્રેક પર લગાવવામાં આવેલા પેવર બ્લોક પણ ઉખડી ગયા છે. જેમાં રોજ કોઈને કોઈ વ્યક્તિને ઠોકર જરૂર વાગે છે. એટલું જ નહીં બાગમાં સ્વચ્છતા જરૂરી હોય છે. પરંતુ આ બાગમાં તો ઠેર ઠેર કચરાના ઢગલા જાેવા મળી રહ્યા છે. જે કોર્પોરેશનની સ્વચ્છતાની વાતોની ચાડી ખાય છે.

સમા ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ ડોક્ટર હેડગે ઉદ્યાનના દ્રશ્યો પણ કંઇક અન્ય ગાર્ડન જેવા જ છે. જ્યાં બાકડાઓની હાલત ખરાબ અને કચરાઓના ઠેર ઠેર ઢગલા જાેવા મળી રહ્યા છે. પેવર બ્લોક પણ ઉખડી ગયા છે. જેમાં પણ રોજ કોઈને કોઈ શહેરીજનને ઠોકર વાગે જ છે. સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોર્પોરેશનની પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા તેના પર નજર રાખવામાં આવતી ન હોવાનું સ્પષ્ટ દેખાય છે.