ગાંધીનગર-
ગુજરાતની બ્યૂરોક્રસીમાં ઓગસ્ટ મહિનાનાં છેલ્લા દિવસે મોટા ફેરફાર થયા છે. પંકજ કુમાર હવે ગુજરાતની બ્યૂરોક્રસીનાં નવા બોસ બની ગયા છે જ્યારે રાજીવ ગુપ્તાને હવે ACS હોમનું પદ આપવામાં આવ્યું છે. રાજીવ ગુપ્તા અત્યારે ઉદ્યોગ વિભાગના ACS છે જ્યારે હવે તેમને ગૃહવિભાગનો પણ વધારાનો ચાર્જ આપી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે પંકજ કુમાર અને રાજીવ ગુપ્તા બંને અધિકારીઓ ગુજરાત સરકાર તથા દિલ્હીમાં ટોપ લીડર્સનાં ખૂબ વિશ્વાસુ ગણાય છે. કોરોના વાયરસ કાળમાં પણ બંને અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે હવે આ બે જ અધિકારીઓના હાથમાં ગુજરાતની બ્યૂરોક્રસીનાં બે મોટા પદ આપવામા આવ્યા છે, પંકજ કુમાર મુખ્ય સચિવ જ્યારે મુખ્ય સચિવ બાદ સૌથી મોટું પદ એટલે કે ગૃહખાતાની જવાબદારી ગુપ્તાને આપી દેવામાં આવી છે. મુખ્ય સચિવની રેસમાં હતા રાજીવ ગુપ્તા આ સિવાય જ્યારે ગુજરાતનાં નવા મુખ્ય સચિવ માટેના નામો પર મંથન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજીવ ગુપ્તા અને પંકજ કુમાર બંને વચ્ચે જ મુકાબલો હતો. હવે આ બંનેને જ મોટી જવાબદારી અપાઈ ગઈ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments