હૈદરાબાદ-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેંલગણાની રાજધાની હૈદરાબાદના પ્રવાસ પર છે. 1 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં (GHMC) Greater Hyderabad Municipal Corporation ચૂંટણી યોજાશે જેના પ્રચાર માટે આજે અમિત શાહ હૈદરાબાદના પ્રવાસ પર આવશે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે કોઈ કસર છોડી નથી.આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા હૈદરાબાદનો પ્રવાસ કરી ચૂક્યા છે.

આ વિસ્તારમાં સનથનગર, ખૈરતાબાદ અને જુબલી હિલ્સ વિધાનસભા ક્ષેત્ર પણ આવે છે.રોડ શો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ નામપલ્લીમાં આવેલી ભાજપના કાર્યાલય જશે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ અમિત શાહ દિલ્હી જવા રવાના થશે.આપને જણાવી દઈએ કે, હૈદરાબાદ મ્યુન્સિપિલ કોર્પોરેશનની કુલ 150 સીટો માટે એક ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેનું પરિણામ 4 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.ગત્ત ચૂંટણીમાં 99 સીટ જીતી રાજ્યની સત્તાધારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના મેયર પદ પર કબ્જો જમાવ્યો હતો. તે સમયે ભાજપ માત્ર 4 અને ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમને 44 સીટો મળી હતી. ભાજપ આ વખતે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.