ગાંધીનગર-

રાજ્ય સરકારે રાજ્યના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે અને દેશ-વિદેશમાં પણ ગુજરાતની એમ.એસ.એમ.ઈ કંપનીઓના પ્રોડક્ટને સર્વિસ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં આજે વિશ્વની પ્રસિદ્ધ કોમર્સ કંપની એમેઝોન સાથે એમઓયુ કર્યા હતા, આ એમ.ઓ.યુ. કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે વિશ્વખ્યાત ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે એમ.ઓ.યુ. કર્યા. અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના MSME ક્લસ્ટર્સમાં એમેઝોન ટ્રેનિંગ-વર્કશોપ વેબિનારના આયોજનથી MSME ઉદ્યોગોને B2C ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે,

રાજ્યના MSME વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. MOU અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’ - ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે. અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના MSME ક્લસ્ટર્સમાં એમેઝોન ટ્રેનિંગ-વર્કશોપ વેબીનારના આયોજનથી MSME ઉદ્યોગોને B2C ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે. રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના 17 જેટલા ફોરેન ડિજિટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ - ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.

ગુજરાતના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો એમેઝોનના ઇ-કોમર્સ પ્લેટફોર્મથી 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે- MSME ઉદ્યોગોને ઘરઆંગણેથી મળશે વિશ્વ વેપાર-કારોબારની તક મળશે. રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના 17 જેટલા ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ - ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. આ એમ.ઓ.યુ. અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે, એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમ એસ એમ ઇને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.