ચાનો ચસ્કો વ્યક્તિ પાસે કેટલી વેઠ કરાવે છે તેના ઉદાહરણ તો સૌએ જાેયા જ હશે, પરંતુ વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા લોકોશેડ પાઇલટનો ચાનો ચસ્કો રેલવેેને મોંઘો પડી રહ્યો છે. લોકોશેડનો પાયલટ રોજ ટ્રેનનું એન્જિન લઈને નીકળે છે અને બ્રિજ નજીક ટ્રેન ઊભી રાખે છે અને ચા લઈને ફરી એન્જિનમાં બેસી આગળ વધે છે. આસપાસના લોકોનું કહેવું છે કે, આ પાયલટ રોજ ટ્રેનનું એન્જિન લઈને જચા લેવા આવે છે. ત્યારે પાયલટની ગંભીર બેદરકારી સામે રેલવેનું તંત્ર મૂકપ્રેક્ષક બન્યું છે કે પછી આ બાબતે તંત્ર અજાણ છે. ઉલ્લેખનીય છે કે, ટ્રેનના લોકો પાયલટની ટ્રેન ટ્રેક પર કારણ વિના ઊભી રાખવાની આદત ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે છે. એક તરફ રેલવેને અકસ્માત મુક્ત બનાવવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે ત્યારે આવી ઘટનાઓ ચોકાવનારી છે.