આણંદ, તા.૨૫

હવે ડાકોરના ઠાકોરના વીઆઈપી દર્શન માટે ચાર્જ વસૂલવાનો ર્નિણય ટેમ્પલ કમિટી અને મંદિર સેવકોની મળેલી બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. મધ્ય ગુજરાતમાં આવેલ અતિપ્રસિદ્ધ ડાકોર મંદિરમાં હવે ભક્તો વીઆઈપી દર્શન કરી કરશે. હવે વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયામાં ડાકોર મંદિરમાં વીઆઇપી દર્શન કરી શકાશે. ગુરુવારથી જ વીઆઇપી દર્શનના ર્નિણયનો અમલ કરાયો છે, જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયા ચાર્જ વસૂલાશે. આ ઉપરાંત અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે. ટેમ્પલ કમિટીએ સર્વાનુંમતે કેટલાક ર્નિણયો લીધા છે, જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરના પ્રથમ દિવસે ગુરુવારે જ ૭ દર્શનાર્થીઓ ૫૦૦ રૂપિયા અને ૩ વ્યક્તિ ૨૫૦ રૂપિયા ચાર્જ ચૂકવી વીઆઇપી દર્શન કર્યા હતા.

મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો ૨૫૦ રૂપિયા ચાર્જ વસૂલાશે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો ૨૫૦ રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. હાલ કાઉન્ટર પર ચાર્જ ચૂકવી વીઆઇપી દર્શનની મંજૂરી મેળવી શકાય છે. ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જાેકે,વીઆઇપીઁ દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. વીઆઇપી દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે.

ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોસાય તેમ નથી

ભવિષ્યમાં આ સુવિધા ઓનલાઈન પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જાેકે,વીઆઇપી દર્શનના કલ્ચરથી ગરીબ ભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. વીઆઇપી દર્શનનો ચાર્જ ગરીબ અને મધ્યમવર્ગના ભક્તોને પોષાય તેમ નથી. દર મહિને પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓને હાલાકી પડી શકે છે.

મંદિરના સેવકો નાણાં લઇ દર્શન કરાવતા હોવાની ભક્તો દ્વારા ફરિયાદ

ડાકોર મંદિર ખાતે વીઆઈપી દર્શન માટે ચાર્જ વસુલવા પાછળ મંદિરના સેવકો નાણાં લઇ દર્શન કરાવતા હોવાની ભક્તો દ્વારા ફરિયાદ મળતા આ ર્નિણય લેવામાં અને તેની પાછળ વીઆઈપી દર્શન દ્વારા થનાર આવકથી મંદિર વિકાસ ઉપયોગ માટેનો ર્નિણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

રૂટિનમાં દર્શન માટે કોઈ ચાર્જ નથી લેવાતો ઃ મેનેજર

મંદિર પ્રશાસનના મેનેજર જગદીશભાઈ દવેએ જણાવ્યું હતું કે રૂટિનમાં દર્શન માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. યાત્રિકોને તદ્દન નિઃશુલ્કપણે ભગવાનનાં દર્શન થાય છે, પરંતુ યાત્રિકોની માગ હતી કે આગળ બેસી નજદીકથી ભગવાનનાં દર્શન થાય એ માટે આ એક વ્યવસ્થાના ભાગરૂપે આ સિસ્ટમ નક્કી કરાઈ છે. અગાઉ ફૈંઁ માટે આ રીતે આ સિસ્ટમ હોઈ, હવે યાત્રિકો પણ આ રીતે દર્શન કરે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.