ગાંધીનગર-

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાઈકોર્ટના નિર્ણય બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા માસ્ક ન પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે. તે નિર્ણય મુદ્દે કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકાર સત્તાવાર રીતે જાહેરાત કરશે, સાથે જ માસ્ક નો પહેરનારા લોકો માટે પણ ખાસ હવે એસઓપી રાજ્ય સરકાર બહાર પાડશે. દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં કોરાણા સંક્રમણ અતિશય વધી રહ્યું છે, જેને ધ્યાનમાં લઇને ગુજરાત હાઇકોર્ટમાં એક રીટ પીટીશન દાખલ કરવામાં આવી રહી છે, ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો વિરુદ્ધ લાલ આંખ કરી છે, સાથે જ હાઇકોર્ટ દ્વારા એવો પણ નિર્ણય કર્યો છે કે જે લોકો માસ્ક ન પહેરે તે લોકોને કોવિડ કેર સેન્ટરમાં પાંચથી સાત કલાકની સરકાર ડ્યુટી આપવામાં આવે. પ્રદિપસિંહ જાડેજા સેન્ટરની માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ફક્ત અમદાવાદ શહેરમાં જ 2થી 3 જેટલા કોવિડ કેર યુનિટ કાર્યરત છે, ત્યારે હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્ણય રાજ્ય સરકાર કઈ રીતે અમલમાં મુકશે તે પણ જોવાનું રહ્યું.